HomeBanaskanthaBanaskantha LCB Bags Big Success: મુંબઈના કરોડોના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી...

Banaskantha LCB Bags Big Success: મુંબઈના કરોડોના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી ઝડપાયો બનાસકાંઠા LCBની મોટી સફળતા

Banaskantha LCB Bags Big Success: બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસને એક મોટી સફળતા મળી છે. મુંબઈના હાઈ-પ્રોફાઈલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં આવેલી એક લોજિસ્ટિક્સ કંપનીમાંથી રૂ. ૩.૬૦ કરોડના કિંમતી ડાયમંડ (હીરા)ની ચોરી કરી ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર (માસ્ટર માઇન્ડ)ને બનાસકાંઠા LCB પોલીસે પાલનપુર હાઈવે વિસ્તારમાંથી દબોચી લીધો છે.

Banaskantha LCB Bags Big Success: વિશ્વાસ કેળવીને આચરી હતી કરોડોની ચોરી

મળતી માહિતી મુજબ, ઝડપાયેલા શાતિર આરોપીએ મુંબઈના બાંદ્રા-કુર્લા વિસ્તારમાં લોજિસ્ટિક્સ કંપનીના માલિકનો વિશ્વાસ જીત્યો હતો. માલિકનો ભરોસો કેળવ્યા બાદ આરોપી કંપનીમાંથી રૂ. ૩.૬૦ કરોડની કિંમતના હીરાની ચોરી કરી રાતોરાત ફરાર થઈ ગયો હતો. આ ચકચારી ચોરી અંગે મુંબઈ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

Banaskantha LCB Bags Big Success: મુંબઈ પોલીસના ઈનપુટ બાદ LCBનું સપાટો

કરોડોની ચોરીનો આ ગુનો આચરીને આરોપી ગુજરાત તરફ ભાગ્યો હોવાની આશંકાના આધારે મુંબઈ પોલીસે બનાસકાંઠા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મુંબઈ પોલીસ તરફથી મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ ઈનપુટ્સના આધારે બનાસકાંઠા LCB પી.આઈ. અને તેમની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી પાલનપુર હાઈવે વિસ્તારમાં કડક વોચ ગોઠવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

બનાસકાંઠા LCBની ટીમે વ્યુહાત્મક રીતે જાળ બિછાવીને પાલનપુર હાઈવે પરથી આ કરોડોની ચોરીના માસ્ટર માઇન્ડને આબાદ ઝડપી પાડ્યો હતો.

LCB પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા LCBની આ ત્વરિત અને સચોટ કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  હવે સામાન્ય નાગરિકોએ ગાંધીનગર ધક્કા નહીં ખાવા પડે DGP જી.એસ. મલિકનો ઐતિહાસિક આદેશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments