HomeAhmedabadબાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીની ઓપન ચેલેન્જ

બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીની ઓપન ચેલેન્જ

સનાતનના સંતોને છોડીને કોઈપણ અમારો સામનો કરી લે, અમે લલકારીએ છીએ : ધિરેન્દ્ર

બાબા બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને ચેલેન્જ આપતા કહ્યું છે કે, “અમે અમારા ગુરુજીના પ્રતાપ અને બાલાજી સરકારના બળ પર પ્રણ લઈને કહીએ છીએ કે, કોઈપણ ધર્મ કે પંથનો વ્યક્તિ આવીને અમારો સામનો કરી લે. અમે તેને લલકારીએ છીએ. ચમત્કાર દેખાડનારાને અમે પકડશું પણ નહીં અને ભીનો કરી દેશું. તેથી અમારી પ્રાર્થના છે કે અમારી સામે આવો તો એટલું જ પૂછજો જેટલું તમે સાંભળી શકો. પછી ન કહેતાં કે ગુરુજીએ અમારી પોલ ખોલી દીધી. અમારી પાસે તો કોઈ તાકાત નથી, પરંતુ ગુરુનો પ્રતાપ અને પ્રસાદ મળ્યો છે. તેના પ્રણ લઈને કહીએ છીએ કે સનાતન ધર્મનાં સંતોને છોડીને કોઈપણ વ્યક્તિ અમારો સામનો કરી લે. અમે એક વ્યક્તિને પણ પકડશું તો 25ને કરન્ટ લાગી જશે. મોઢું દેખાડવા લાયક નહીં છોડીએ. મને અમારા બાલાજી પર અને સન્યાસી બાબા પર વિશ્વાસ છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments