Assam: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા અરુણાચલ પ્રદેશના રાજગઢ-હોલોંગી વિસ્તારમાંથી શરૂ થઈ હતી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશ અને આસામ (Assam) ની સરહદ પર આવેલો છે. અહીંથી યાત્રા ફરી આસામમાં પ્રવેશ કરશે.

આ દરમિયાન રાહુલે આસામ સરકાર (Assam Gov.) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર લોકોને ન્યાય યાત્રામાં જોડાવા સામે ધમકાવી રહી છે અને યાત્રાના માર્ગો પર કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઇનકાર કરી રહી છે.

Assam: રાહુલે જાહેર સભામાં કહી આ વાત
રાહુલ ગાંધી જિલ્લા મુખ્યાલય વિશ્વનાથ ચરિયાલી ખાતે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ ધમકીઓ આપે છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી.

લાંબા- લાંબા ભાષણો…
રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે યાત્રા દરમિયાન લાંબુ ભાષણ આપતા નથી. અમે દરરોજ સાત-આઠ કલાક મુસાફરી કરીએ છીએ, તમારા મુદ્દાઓ સાંભળીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય આ મુદ્દાઓને ઉઠાવવાનો છે.

તેઓ (સરકાર) માને છે કે તેઓ લોકોને દબાવી શકે છે. પરંતુ તેમને ખ્યાલ નથી કે આ રાહુલ ગાંધીની યાત્રા નથી. લોકોનો અવાજ ઉઠાવવાની આ યાત્રા છે.
બાળકો પણ ડરવા લાગ્યાઃ સીએમ સરમા
નોંધનીય છે કે આસામ (Assam) ના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધી પહેલા મારાથી ડરતા હતા, હવે તેઓ મારા બાળકથી પણ ડરવા લાગ્યા છે.”

ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસે બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો શેર કરતા લખ્યું કે, થોડા સમય પહેલા સનીતપુરના ઝુમુગુરીહાટમાં મારા વાહન પર બેકાબુ બીજેપીના ટોળાએ હુમલો કર્યો અને વિંડશીલ્ડ પર લાગેલા બેનર પણ ફાડી નાખ્યા અને ભારત જોતો ન્યાય યાત્રા વિરોધી નારા લગાવ્યા હતા પરંતુ અમે અમારો સંયમ જાળવી રાખ્યો હતો, ગુંડાઓ સામે હાથ લહેરાવ્યા અને ઝડપથી આગળ વધી ગયા. આ નિઃશંકપણે આસામના સીએમ હિમંતા બિસ્વા કરાવી રહ્યા છે. અમે ડરતા નથી અને લડતા રહીશું.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने