FREE FREE FREE : આને કહેવાય રામ રાજ્ય! 22 જાન્યુઆરીએ ખાવા-પીવાની વસ્તુઓથી લઈ ડિલીવરી સુધી ફ્રી

0
146
FREE FREE FREE
FREE FREE FREE

FREE FREE FREE : 22 જાન્યુઆરીએ રામમય માહોલમાં આ જગ્યાએ મળશે મફત મિઠાઈથી લઈ સારવાર. લિંક સેવ કરી લો અને ઉજવો રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યામાં સોમવારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રાનું ઠેર ઠેર આયોજન થઈ રહ્યું છે ત્યારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને પગલે 22મી જાન્યુઆરીએ ખાવા-પીવાની ચીજવસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા ફાસ્ટફૂડ સેન્ટર દ્વારા ફ્રીમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ આપવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે.

અમદાવાદના નિકોલમાં આવેલી રેસ્ટોરેન્ટ લિજેન્ડ્સ ઓફ પંજાબે ફ્રી ગાજરના હલવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા રીલમાં રેસ્ટોરેન્ટે 22 જાન્યુઆરીએ આવનારા તમામ કસ્ટમરને કોમ્પલીમેન્ટ્રી ગાજરનો હલવો આપવાની જાહેરાત કરી છે. ભલે પછી કસ્ટમરનું બિલ કેટલા પણ રૂપિયાનું હોય

તો આઈસક્રીમ ક્રીમબાઈટે 22 જાન્યુઆરીએ મફત (FREE) આઈસક્રીમ આપવાની જાહેરાત કરી છે. ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશ શું દુનિયા આખી રામમય બની હોય તેવું લાગી રહ્યું છે અને લોકો આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 

FREE FREE FREE

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તમામ વિગતો શેર કરવા મિત્રો અને પરિવાર સાથે ચા પર ચર્ચા તો થશે જ. એટલે જ ‘ચાય હૈ ના’એ તેમના તમામ આઉટલેટ્સ પર મફત ચાની જાહેરાત કરી છે અને સાથે જ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલ બતાવવા પર બિલ પર 15 ટકા ડિસ્કાઉન્ટની પણ ઓફર આપી છે. તો રાહ શેની જુઓ છો. તમારા માટે અમે લિંક શેર કરી છે. તમે પણ જાઓ અને ચા પર ચર્ચા કરી લો

ફરકી લસ્સી દ્વારા પણ મફતમાં કેસરિયા લસ્સી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ કોઈ પણ લસ્સીની ખરીદી ઉપર એક કેસરિયા લસ્સી ફ્રી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં ગબ્બર વડાપાંઉ દ્વારા પણ ફ્રીમાં વડાપાંઉની જાહેરાત કરવામાં આવી છે. જેટલા વડાપાંઉં ખાવા હોય તેટલા ફ્રીમાં આપવામાં આવશે તેમ જણાવ્યું છે. નિકોલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર રાજવી આઈકોન સામે શ્રીજી સાઉથ ઇન્ડિયન દ્વારા પણ ફ્રીમાં ઈડલી-વડા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

નિકોલમાં ડેરી ડોનનો કોકો ફ્રીમાં અપાશે

ડેરી ડોનનો કોકો પણ ફ્રીમાં આપવાની જાહેરાત પણ આમાં આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં એમજી રોડ ઉપર સ્વામિનારાયણ એપ્ટની સામે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં ડેરી ડોનનો કોકો ફ્રીમાં આપવામાં આવશે. અમર જવાન સર્કલ પાસે આવેલા વીપી ટેટૂ સ્ટુડિયો દ્વારા ફ્રીમાં ભગવાન રામનું ટેટૂ કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠાને લઈ ભગવાન રામનું બે ઇંચનું ટેટૂ કરી આપવામાં આવશે. જ્યારે અન્ય કોઈ પણ ટેટૂ પર 30 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

રેસ્ટોરેન્ટમાં ડિસ્કાઉન્ટ

ગ્રિલ કિચન નામની રેસ્ટોરન્ટની તમામ બ્રાન્ચમાં ત્રણ વ્યક્તિના જમવા પર પર ફક્ત બે લોકોનુ જ બિલ ચૂકવવાનું રહેશે તથા છ લોકોના જમવા પર ચાર લોકોનું બિલ ચૂકવવાનું રહેશે. આ ઓફર 22 અને 23 જાન્યુઆરીના રોજ ગ્રિલ કિચનની સિંધુ ભવન, મોટેરા, પ્રહલાદનગર, અને સાયન્સ સિટી બ્રાન્ચ પર ઉપલબ્ધ રહેશે.

પીપી સવાણી હોસ્પિ.માં દર્દીઓ પાસેથી ચાર્જ નહીં લેવાય

22મીએ અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કાપોદ્રા પીપી સવાણી હોસ્પિટલ ખાતે કેશ કાઉન્ટર બંધ રહેશે. એડમિનિસ્ટ્રેટિવ વિપુલ તળાવિયા અને ચેરમેન વલ્લભભાઈ સવાણીએ જણાવ્યું કે, હોસ્પિટલના તમામ દર્દીઓને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીનો લાભ મળે તે હેતુથી એક દિવસ માટે કોઈપણ દર્દીનું બિલ લેવામાં આવશે નહીં. અગાઉ દાખલ થયેલા દર્દીઓનો પણ 22મી તારીખે આવતું બિલ લેવામાં આવશે નહીં. એક દિવસની નિ:શુલ્ક સેવાનો લાભ દર્દીઓને મળશે.

ડાયમંડ હોસ્પિટલમાં ડિલિવરી ફ્રી

સગર્ભા મહિલાઓ માટે ડાયમંડ હોસ્પિટલમાં 22મી જાન્યુઆરીના દિવસે વિનામૂલ્યે ડિલિવરી કરી આપવામાં આવશે. કોઈપણ ગર્ભવતી મહિલા 22 તારીખે જો નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી કરવા આવે તો તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 22 તારીખે દિવસ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.