Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી

0
66
Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી
Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી

Arvind Kejriwal arrest: દિલ્હી લિકર પોલિસી કેસમાં ગુરુવારે નવમી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. આ પછી ED અને દિલ્હી પોલીસની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. શોધખોળ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડ (Arvind Kejriwal arrest) ની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરતી અરજી સાથે આમ આદમી પાર્ટી રાત્રે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સુપ્રીમ કોર્ટ આજે એટલે કે શુક્રવારે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી
Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી

Arvind Kejriwal arrest: સુપ્રીમ કોર્ટમાં આજે કેજરીવાલની ધરપકડ પર સુનાવણી

કેજરીવાલની અરજી રાત્રે 8.57 કલાકે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં રાત્રે સુનાવણી માટે કોઈ બેંચની રચના કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટ આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

આ પહેલા ઈડીએ ધરપકડ ટાળવા માટે દાખલ કરેલી અરવિંદ કેજરીવાલની અરજી ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આ પછી કેજરીવાલે મોડી સાંજે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાને આજે સવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ માંગ્યું છે. દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી સામે અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ટીમે ઈ-ફાઈલિંગ દ્વારા અરજી દાખલ કરી અને કેસની તાત્કાલિક સુનાવણી માટે માંગણી કરી. સુપ્રીમ કોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટ શુક્રવારે સવારે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

કોંગ્રેસ નેતા અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કેજરીવાલની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીનો સંપર્ક કરી રહી છે. લીગલ ટીમે આ કેસની માહિતી ચીફ જસ્ટિસને આપવાની માંગ કરી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.