Facebook – Instagram વાપરવા ચૂકવવા પડશે પૈસા, Meta એ લીધો આ મોટો નિર્ણય

0
151
Facebook - Instagram વાપરવા ચૂકવવા પડશે પૈસા, Meta એ લીધો આ મોટો નિર્ણય
Facebook - Instagram વાપરવા ચૂકવવા પડશે પૈસા, Meta એ લીધો આ મોટો નિર્ણય

Facebook – Instagram: મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવવી પડશે. પરંતુ આ નિયમ ભારતમાં નહીં પરંતુ યુરોપના કેટલાક દેશોમાં લાગુ છે. અહીં તમારે એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મેટાએ થોડા સમય પહેલા આ અંગે નિર્ણય લીધો હતો. આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક ભાગ હતો. મેટા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લગતી નવી માહિતી સામે આવી છે.

Facebook - Instagram વાપરવા ચૂકવવા પડશે પૈસા, Meta એ લીધો આ મોટો નિર્ણય
Facebook – Instagram વાપરવા ચૂકવવા પડશે પૈસા, Meta એ લીધો આ મોટો નિર્ણય

Facebook – Instagram: સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો

કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. Facebookની ફી ઘટાડીને EUR 5.99 (લગભગ રૂ. 540) કરવામાં આવી છે. તે જ સમયે, ઇન્સ્ટાગ્રામ માટે ફી ઘટાડીને EUR 9.99 (લગભગ 900 રૂપિયા) કરવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હકીકતમાં, આ નીતિનો યુરોપમાં ગોપનીયતા કાર્યકર્તાઓ અને ગ્રાહક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

Meta એ લીધો આ મોટો નિર્ણય

મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે આ ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં મેટા તેના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરતી હતી, પરંતુ યુરોપીયન નિયમોના નવા ડેટા પ્રાઈવસી કાયદા બાદ મેટાએ ડેટા એક્સેસ ન કરી શકવા બદલ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બરમાં લાગુ થયેલા આ નિયમનો ઘણો વિરોધ થયો હતો. આ ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવતો હતો.

યુરોપિયન યુનિયન અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો માટે મેટા ચાર્જ લાગુ કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બરથી અમલમાં આવ્યા બાદ, શરૂઆતમાં તે 9.99 યુરો (લગભગ રૂ. 880) પ્રતિ મહિને રાખવામાં આવી હતી. ઉપરાંત, iOS અને Android વપરાશકર્તાઓને 12.99 યુરો (લગભગ રૂ. 1,100) ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, હવે આમાં ઘણો ઘટાડો થયો છે. હજુ પણ કેટલીક સંસ્થાઓ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે લોકોની પ્રાઈવસી જાળવવાનું કંપનીનું કામ છે. આ માટે યુઝર્સ પાસેથી શુલ્ક લેવામાં આવવો જોઈએ નહીં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો