વલ્લભ વિદ્યાનગરની CVM કૉલેજ ઑફ ફાઇન આર્ટ સર્જનાત્મક પર મંચ પૂરો પાડશે

0
316

વલ્લભ વિદ્યાનગરની CVM યુનિવર્સિટીની CVM કૉલેજ ઑફ ફાઇન આર્ટ અને ઈન્દિરાગાંધી રાષ્ટ્રીય કળાકેન્દ્ર, આઇ.જી.એન.સી.એ. વચ્ચે એમ ઓ યુ કરવામાં આવ્યા . ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની  આઇ.જી.એન.સી.એ.  એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંશોધન સંસ્થા છે. જે સંરક્ષણ, ડિજીટલાઇઝેશન, આર્કાઇવલ અને મ્યુઝિયમની રચના માટે ખ્યાત છે. સ્થાપત્ય અને સાહિત્યથી લઈને સંગીત, નૃત્ય, નાટ્ય, શિલ્પ, ચિત્ર, ફોટોગ્રાફી, ફિલ્મો, માટીકામ, કઠપૂતળી, વણાટ, ભરતકામ વગેરે જેવી વિવિધ કલાઓમાં સર્જનાત્મક અને વિવેચનાત્મક સંવાદ માટે મંચ પૂરો પાડવા માટેના સહયોગમાં આઇ.જી.એન.સી.એ. પ્રદર્શનો, મલ્ટી-મીડિયા, પરિષદો, પરિસંવાદો અને વર્કશોપ દ્વારા અને યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ કરી સર્વગ્રાહી પરિપ્રેક્ષ્યથી ‘કલા’ માં અભ્યાસ કરવા માટેના ઉદ્દેશ્યો પુરા પાડે છે. આઇ.જી.એન.સી.એ.  સમગ્ર ભારતમાં 9 પ્રાદેશિક કેન્દ્રો ધરાવે છે.

વલ્લભ વિદ્યાનગરની CVM કૉલેજ ઑફ ફાઇન આર્ટ સર્જનાત્મક પર મંચ પૂરો પાડશે

પ્રાદેશિક કેન્દ્ર વડોદરાનું  મુખ્ય ક્ષેત્ર ‘આધુનિક કલા’ છે. આ કેન્દ્ર લક્ષ્મી વિલાસ પેલેસ કમ્પાઉન્ડમાં આવેલા ઐતિહાસિક રાજા રવિ વર્મા સ્ટુડિયોમાંથી ચાલે છે. 1880ના દાયકામાં આ સ્ટુડિયોમાંથી જ રાજા રવિ વર્માએ તેમના ઘણા પ્રખ્યાત ચિત્રો બહાર પાડ્યા હતા. તે આઇ.જી.એન.સી.એ. દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો  અને હવે એ વડોદરાનું નવું સાંસ્કૃતિક કેન્દ્ર છે જ્યાં ગુજરાત અને બાકીના પશ્ચિમ ભારતના ક્ષેત્રમાંમાં સંરક્ષણ, સંસ્કૃતિ અને આધુનિક, સમકાલીન અને આદિવાસી કલાઓ પર નિયમિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. વલ્લભ વિદ્યાનગરની સીવીએમ  કૉલેજ ઑફ ફાઇન આર્ટસ , સીવીએમ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની કળાની મહત્વપૂર્ણ  શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. આ સમજૂતી કરાર  દ્વારા, કલાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ થી પરસ્પર શૈક્ષણિક વિનિમય માટે સંમત થાય છે. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રમુખ એંજિનિયર શ્રી ભીખુભાઈ પટેલ સાહેબની નિશ્રામાં સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.હિમાંશુ સોનીની હાજરીમાં દિલ્હી આઇ.જી.એન.સી.એ.ના ડાયરેક્ટર ડો.પ્રિયંકા મિશ્રા,વડોદરાના ડાયરેક્ટર ડૉ.અરૂપા લહેરી,રજીસ્ટ્રાર ડો.અગ્નેશ્વરીબેન અઢિયા,વલ્લભ વિદ્યાનગરની CVM ફાઇન આર્ટ્સ કોલેજના માનદ નિયામક કનુ પટેલના એમ ઑ યુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેમાં ભારતીય સંસ્કૃતિ અને કળા પર ખાસ કરીને સમકાલીન અને પરંપરાગત કળા પર સહયોગી સંશોધન કાર્ય, વિદ્યાર્થી માટે  કાર્યક્રમો, ઇન્ટર્નશિપ ,લાઇબ્રેરી અને આર્કાઇવલ સંસાધનોની ઍક્સેસ, પ્રવર્તમાન આવશ્યકતાઓને આધીન અરસપરસ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું માર્ગદર્શન,  કળા પરિષદો, કાર્યશાળાઓ, પ્રદર્શનો, શૈક્ષણિક ઉત્સવો વગેરેમાં સહયોગ,ડિજિટલ સંસાધનોનો વિકાસ,ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેના નેટવર્કને વિસ્તૃત કરવા, યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાગત કળાના પ્રચારમાં યોગદાન આપવા અને તેમની સાથે જોડી  વિદ્યાર્થીઓના કામને પ્રોત્સાહન આપશે.

વલ્લભ વિદ્યાનગરની CVM કૉલેજ ઑફ ફાઇન આર્ટ સર્જનાત્મક પર મંચ પૂરો પાડશે

જાણીતા ચિત્રકાર કનુ પટેલે જણાવ્યું કે આ એમ ઓ યુ થી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને મળતા લાભોમાં બંને પક્ષો વચ્ચે આંતર-કલા અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનશે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણ વધુ સર્જનાત્મક બનશે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ આર્થિક રીતે વિસ્તૃત કરવામાં આવશે.ઉચ્ચ ધોરણોના પ્રકાશનોને વિસ્તૃત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંબંધો વધુ મજબૂત થશે. અધ્યાપક શ્રી નિતેશ પટેલ,ગોવિંદ પ્રસાદ પંડયા , હાર્દિકા દલાલ તેમજ નેલ્સનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.