ART OF LOVE આર્ટ ઓફ લવ : લાઈવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ

0
316
ART OF LOVE આર્ટ ઓફ લવ : લાઈવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ
ART OF LOVE આર્ટ ઓફ લવ : લાઈવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ

ART OF LOVE આર્ટ ઓફ લવ: લાઈવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ વર્ષ ૨૦૨૪ શરૂ થતાંની સાથે જ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લગ્ન સીઝન દરમિયાન અલગ અલગ પ્રકારના ફોટો શૂટ થતા હોય છે ત્યારે હવે ગુજરાતના ચિત્રકારો પણ પોતાના કલર પીંછી અને કેનવાસ સાથે જો કોઈ લગ્ન સમારોહમાં જોવા મળે તો અચરજ ન થવું જોઈએ કારણકે આજ ટ્રેન્ડ એટલેકે ART OF LOVE આર્ટ ઓફ લવ હાલ ખુબ ચર્ચામાં છે.

ART OF LOVE 1

હાલ લગ્નની સિઝન પુરબહાર શરૂ થઈ છે. પરિવાર માટે સંતાનના લગ્નએ એક મોટો ઉત્સવ હોય છે . પરંતુ આજના મોંઘવારીના સમયમાં લગ્ન ઉત્સવ એ ખૂબ જ ખર્ચાળ છે રૂઢિગત માન્યતાઓ ખોટા રીતરીવાજો ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચાઓ લગ્ન ઉત્સવ પાછળ થાય છે

ART OF LOVE 5

જમણવાર ડેકોરેશન બેન્ડવાજા ફેશન અવનવા ટ્રેડ અને ઘરેણાની ખરીદી સહિતની લાંબી યાદી લગ્ન ઉત્સવમાં આપવામાં આવતી હોય છે. આ ખર્ચાઓ માટે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે . ART OF LOVE શ્રીમંત અને પૈસાદાર વ્યક્તિઓ પોતાના ઉંમર સુગંધિત ફૂલોની છત્ર હેઠળ પ્રતિજ્ઞાઓનું લાયક સંતાનોના લગ્ન ઉત્સવ ભારે ધામધૂમથી વિનિમય કરે છે, મહેમાનો આસપાસ ભેગા ઉજવતા હોય છે . ચિત્રકાર મુકેશ પટેલ તેમના કુશળ બ્રશ સ્ટ્રોકથી લગ્ન ઉત્સવમાં એક નવો જ ટ્રેડ દ્રશ્યને કેનવાસ પર જીવંત કરી દે છે.

ART OF LOVE 2

ART OF LOVE LIVE જોવા મળે છે કેનવાસ પર કામ કરતા ચિત્રકારની કલા

લગ્નસરાની સિઝનમાં શ્રમિક લોકો પોતાના વહાલસોયા સંતાનોના લગ્નોઉસ્તવ પાછળ અઢળક ખર્ચાઓ કરી લગ્ન પ્રસંગ ઉજવતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં ભણેલ ગણેલ યુવક યુવતીઓ પોતાના લગ્ન ઉત્સવ ને જીવનભર યાદગીરી રૂપે ગિફ્ટ આપવા લાઈવ વેઇટિંગ પેઈન્ટિંગ કરાવતા હોય છે આજના યુવાનો, યુવતીઓમાં લગ્ન દરમિયાન વેડિંગ પેઇટિંગની બોલબલા ભારે જોરમાં છે. મેરજની સીઝનમાં એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે, તે છે ART OF LOVE

ART OF LOVE લાઈવ વેડિંગ પેઇન્ટિંગ તેમજ પોટ્રેટ સ્કેચ અને કૅરિકેચર. ૧૫ વર્ષથી વધુ અમદાવાદમાં તેમજ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં પણ લાઈવ ઇવેન્ટમાં કાર્યરત પટેલનું કહેવું છે કે આજના યુવાનો લગ્ન દરમિયાન લાઈવ વેડિંગ પેઇન્ટિંગનો જોર માં છે. કેટલાક તેમના માતાપિતા હૃદયપૂર્વકની ભેટ તરીકે આપવા માટે તો તેમના પાર્ટનર ને ગિફ્ટ આપવા માટે લાઈવ પેઇન્ટિંગ કરાવતા હોય છે.

ART OF LOVE 3

ART OF LOVE લાઈવ વેડિંગ પેઇન્ટિંગમાં ચોરી,માયરાં, વર વધુ, તેમના માતા પિતા અને અન્ય સગા વહાલાં અને સબંધીત લોકો નો સમાવેશ થતો હોય છે. આવા લાઈવ પેઇન્ટિંગ વર્ષોના પ્રેમ અને સમર્થન માટે કૃતજ્ઞતાનું પ્રતીક બની રહે છે. ચિત્રકાર મુકેશ પટેલ તેમના અનુભવને આધારે લાઈવ વેડિંગ પેઇન્ટિંગ, કૅરિકેચર અને પોટ્રેટ સ્કેચ બનાવી રહ્યા છે.

ART OF LOVE 4

તાજેતરમાં પ્રતિષ્ઠિત 11th All India Digital Art Exhibition 2022 એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા . ચિત્રકાર મુકેશ પટેલ તેમની ચિત્રકલા  અસંખ્ય પ્રદર્શનોમાં દર્શાવ્યા પછી આજ-કાલના આ ટ્રેન્ડને ખુબજ રોમાંચક માને છે. લગ્ન સમારોહમાં આવેલા મહેમાનો માટે પણ એક રોમાંચક પળ સાબિત થઇ રહી છે.