ગુજરાતમાં કોરોનાના નવા ૩૭૨ કેસ
અમદાવાદમાં ૧૨૮ કેસ, સુરતમાં ૩૫ કેસ, વડોદરામાં ૩૪ કેસ
ગુજરાતમાં ૯ દર્દીઓ વેન્ટિલેટર પર

કોરોનાની નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 128 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 35 અને વડોદરામાં 34 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે, નવી યાદી મુજબ રાજ્યમાં કોરોનાથી ફરી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. 9 દર્દીઓની હાલત વધુ ખરાબ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જયારે 2285 લોકોની હાલત સ્થિર છે. 388 લોકો કોરોના મુક્ત થયા છે.