ભારતમાં શરુ થશે વધુ એક નવી ટ્રાન્સપોર્ટ સર્વિસ

0
72

UPમાં નોઇડાથી જેવર એરપોર્ટ વચ્ચે શરુ થશે ‘પોડ ટેક્સી’

૮૧૦ કરોડના ખર્ચે પ્રોજેક્ટ ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થશે

ભારતમાં પરિવહનની વધુ એક નવી સેવા શરુ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘પોડ ટેક્સી’. આ નવી પરિવહન સેવાની શરૂઆત ઉત્તરપ્રદેશના નોઇડાથી થશે. ‘પોડ ટેક્સી’ સર્વિસ નોઈડામાં ફિલ્મ સિટીને જેવર એરપોર્ટ સાથે જોડશે. ઈન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપ-વે કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ અહેવાલ તૈયાર કરાયેલો છે. આ ટ્રેક 14.6 કિલોમીટર લાંબો હશે. ઉત્તરપ્રદેશ ઈન્ડેક્સ, યમુના ઓથોરિટીએ ભારતના પ્રથમ ‘પોડ ટેક્સી’ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અહીં દરરોજ 37 હજાર મુસાફરો પોડ ટેક્સી દ્વારા મુસાફરી કરી શકશે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થશે, જેની પાછળ રૂ. ૮૧૦ કરોડનો ખર્ચ થશે.