Home Main ગુજરાતમાં વધુ એક કિરણ પટેલ ! સીએમ કાર્યાલયથી બોલું છુ કહીને ધમકાવતો,...

ગુજરાતમાં વધુ એક કિરણ પટેલ ! સીએમ કાર્યાલયથી બોલું છુ કહીને ધમકાવતો, અંતે પોલીસે ઝડપ્યો

0
482
કિરણ પટેલ
કિરણ પટેલ

મુખ્યમંત્રી  કાર્યાલયના નકલી અધિકારીની ઓળખ આપી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીને છોડી દેવા મામલે ફોન કરનાર ઠગ શખ્સને જામનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.મહાઠગ કિરણ પટેલ હજુ બધાને યાદ હશે આવા કિરણ પટેલોની ગુજરાતમાં પણ કોઈ કમી નથી આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે જ્યાં એક કૌભાંડમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેને જવા દેવા માટે પોતે સીએમ ઓફીસમાં કોઈ અધિકારી ન હોવા છતાં અધિકારી તરીકે ઓળખ આપી એલસીબીને આ આરોપીને જવા દેવાની ભલામણ કરનાર ઈસમને એલસીબીએ રાતોરાત અમદાવાદથી ઉઠાવી લીધો છે.આ અંગે સરકાર તરફે એલસીબી એ.એસ.આઈ ભરત પટેલે ફરિયાદી બની ફરિયાદ આપી છે તેની વિગતો એવી છે કે.

જામનગર જિલ્લામાં બે થી વધુ મિલ્કત સબંધી ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પ્રવૃત્તિ સંબંધી સરપ્રાઇઝ મીટીંગ પોલીસ અધિક્ષકએ એલ.સી.બી.કચેરી જામનગર લાલબંગલા કમ્પાઉન્ડ અંદર ખાતે પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી, ચૌધરી સાથે મીટીંગ યોજેલ આ દરમ્યાન પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરનો ફોન ASI ભરતભાઈ પટેલને એટેન્ડ કરવા માટે સોંપેલ હતો.

આ દરમ્યાન એસપીના નંબર પર વોટસઅપ કોલ આવતા આ ફોન રીસીવ કરતા મોબાઇલ કરનાર વ્યકિતએ પોતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી ઓફીસર નીકુંજભાઇ પટેલ બોલું છું તેમાં જામનગર પોલીસને આમીર અસલમ ગરાણા નામના વ્યકિતને પકડેલ છે. તેઓને તાત્કાલીક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે તે ધ્યાનથી સાંભળી તેઓને તાત્કાલીક છોડાવવાની વ્યવસ્થા કરો,તેવી રીતે વોટસઅપ કોલ કરેલ.

આ દરમ્યાન પોલીસ અધિક્ષકની સરપ્રાઇઝ મીટીંગ પુર્ણ થતા ASI ભરત પટેલે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી આ અંગે મુખ્યમંત્રીના કાર્યાલયથી નીકુંજ પટેલ નામના સરકારી ઓફીસર અંગે ખરાઈ કરાવતા આવા કોઇ વ્યકિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં સરકારી નોકરી ન કરતા હોવાનું સામે આવ્યું હતું.

આમ પોતે સરકારી અધિકારી ના હોવા છતાં નિકુંજ પટેલ મો.નં.૭૬૦૦૪૪૨૦૫૫ વાળાએ સરકારી ઓફીસર તરીકે નોકરી કરતા ન હોવા છતા તેઓ સરકારી ઓફીસર હોય તેવી ખોટી ઓળખ આપી સરકારી ઓફીસર તરીકેનુ નામ ધારણ કરી સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આમીર અસલમ ગરાણાને તાત્કાલીક છોડી દેવા માટે જણાવતા એલસીબીએ તત્કાલ અસરથી અમદાવાદથી ખાતેથી નિકુંજ પટેલને ઉપાડી લઇ અને સીટી એ ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ અગાઉ કોઈ ગુન્હાઓમાં ઝડપાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તજવીજ એલસીબી ચલાવી રહી છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે