Animal Cast Fees: તેની પ્રથમ ફિલ્મ કબીર સિંઘ/અર્જુન રેડ્ડીથી સનસનાટી મચાવ્યા બાદ અને વિવેચકો તરફથી વખાણ મેળવ્યા બાદ, સંદીપ રેડ્ડી વાંગા ફરીથી તેની નવી ફિલ્મ એનિમલ સાથે પ્રેક્ષકોને આકર્ષવા માટે તૈયાર છે. મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર અભિનીત આ ફિલ્મનું ટ્રેલર 23 નવેમ્બર રિલીઝ કરવામાં આવ્યું, જેણે રણબીરના તીવ્ર પાત્રને લઈને ઇન્ટરનેટ પર ઉત્તેજના વધારી દીધી છે. તેમાં બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. એનિમલના ટ્રેલરને તેની રિલીઝના પ્રથમ 21 કલાકમાં 49 મિલિયનથી વધુ વ્યૂઝ અને 881K લાઈક્સ મળી છે. ફિલ્મ પ્રેમીઓ આનાથી ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન એનિમલની સ્ટાર કાસ્ટનો પગાર (Animal Cast Fees) જાહેર થયો છે. આવો એક નજર કરીએ એનિમલ માટે આ સ્ટાર કાસ્ટને કેટલા પૈસામાં સાઈન કરવામાં આવી હતી.
1- રણબીર કપૂર | Animal Cast Fees
રણબીર કપૂર એનિમલમાં અલગજ લુકમાં જોવા મળ્યો છે… તે એવા પાત્રમાં જોવા મળ્યો છે જે તેણે પહેલા કર્યો નથી. એક પાત્ર જે સ્ક્રીન પર કાચી અને તીવ્ર બાજુ દર્શાવે છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અહેવાલ મુજબ, તેને ફિલ્મના અન્ય કલાકારો કરતા ઘણી વધુ રકમમાં સાઇન કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, રણબીરે ફિલ્મ સાઈન કરવા માટે 70 કરોડ રૂપિયાની મોટી ફી લીધી હતી.
2- અનિલ કપૂર
એનિમલમાં અનિલ કપૂર રણબીરના પિતા અને બિઝનેસ ટાયકૂન બલબીર સિંહની ભૂમિકામાં છે. આ ફિલ્મ માટે અનિલ કપૂરે 2 કરોડ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે.
3- બોબી દેઓલ
બોબી દેઓલ આ ફિલ્મની હાઈલાઇટ્સ તરીકે જોવામાં આવી રહ્યા છે. તેણે ટ્રેલરથી જ તેની છાપ છોડી દીધી છે. તેનો રોલ પણ ઘણો પાવરફુલ લાગે છે, અમે તેનો અભિનય જોઈ ચૂક્યા છીએ… પરંતુ ફીની બાબતમાં તે રણબીરથી ઘણો પાછળ છે. કહેવામાં આવી રહ્યું છે કે, બોબી દેઓલે આ ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લીધા હતા.
4- રશ્મિકા મંદન્ના | Animal Cast Fees
રશ્મિકા મંદન્નાએ આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મમાં રશ્મિકાએ રણબીર કપૂરની પત્ની ગીતાંજલિનો રોલ કર્યો છે.
5- શક્તિ કપૂર
આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં શક્તિ કપૂર પણ સામેલ છે. અહેવાલ છે કે તે આ ફિલ્મ માટે 30 લાખ રૂપિયામાં સંમત થયા છે.
6- તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરીને આ ફિલ્મ માટે 40 લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવી હતી.
7- સિદ્ધાંત કર્ણિક
સિદ્ધાંત કર્ણિકે એનિમલમાં નાનો રોલ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ભૂમિકા નાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તેને 20 લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો છે.