અમદાવાદમાં વરસાદની શરૂઆત

1
137
અમદાવાદમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં વરસાદની શરૂઆત

અમદાવાદમાં વરસાદની શરૂઆત: અમદાવાદના પોશ એરિયામાં ભરાયા પાણી- વાહન ચાલકો ફસાયા. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બોપલ,એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સિંઘુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં વરસાદની શરૂઆત: અમદાવાદના પોશ એરિયામાં ભરાયા પાણી- અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સિંઘુભવન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાજ પડશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં વરસાદની શરૂઆત. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અનેક રસ્તાઓમાં પાણી ભરાયા છે. જેમાં ઝાયડસ ઓવરબ્રીજ, બોપલ-શીલજ, થલતેજ વગેરે જગ્યા પર પુષ્કળ પાણી જ પાણી છે. તો ઘરેથી નીકળતા પહેલા સાવધાન. વરસાદના પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ ના દાવા ખોટા સાબિત થઈ રહીયા હોય તેમ લાગે છે. લોકોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. હજુ ૩ કલાક સુધીની આગાહી, રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૩ કલાક સુધી અમદાવાદમાં વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૪૦ કિમી પ્રતિકલાક પવનની ગતિ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ, દીવ-દમણ, ભાવનગર, બોટાદ, પાટણ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વગેરે જગ્યા પર ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં મેઘરાજાની સટાસટી જોતા રહો નવી નવી ન્યુઝ માટે વીઆર લાઈવ

1 COMMENT

Comments are closed.