HomeGujaratદારૂ બાજુમાં મળે છે અહી કોઈએ આવવું નહી -જાણો ક્યાં લાગ્યો આ...

દારૂ બાજુમાં મળે છે અહી કોઈએ આવવું નહી -જાણો ક્યાં લાગ્યો આ પોસ્ટર

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે.પરંતુ રોજ પોલીસ બુટલેગરોને પકડી પાડે છે જે લાખોનું દારૂનું વેચાણ કરે છે. તો વળી બંધ બારણે પણ રોજ બરોજ લાખોના દારૂનું વેચાણ થાય છે. સામાન્ય રીતે રાજ્યમાં દારૂની દુકાનો કે પછી દારૂના બોર્ડ જોવા મળતા નથી. પરંતુ હવે દારૂ વેચનાર અને લેવા આવનાર માટે હવે જાહેરમાં બોર્ડ જોવા મળ્યા છે. દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાતના દિલ્હીગેટ વિસ્તારમાં દારૂને લઇને બોર્ડ મારવાની ફરજ પડી છે.બનાસકાંઠાના પાલનપુરમાં દિલ્હી ગેટ વિસ્તારમાં એક દિવાલ પર બોર્ડ લગાવવામાં આવ્યુ છે. જેમાં લખ્યુ છે કે “દારૂ બાજુમાં મળે છે અહી કોઈએ આવવું નહી” રૂડિયાઓથી કંટાળીને યુવક પોતાના ઘરની બહાર બોર્ડ લગાવવા માટે મજબૂર બન્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments