Home Desh Ajit Pawar Died News : મહારાષ્ટ્રમાં શોકનો માહોલ: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન...

Ajit Pawar Died News : મહારાષ્ટ્રમાં શોકનો માહોલ: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, કુલ 5 લોકોના મોત

0
380
Ajit Pawar
Ajit Pawar

Ajit Pawar Died News : મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. 66 વર્ષીય અજિત પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

Ajit Pawar Died News : લેન્ડિંગ દરમિયાન વિમાન સળગી ગયું

Ajit Pawar Died News

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. પ્લેન લપસ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખું વિમાન સળગીને ખાખ થઈ ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને પુણે જિલ્લા વહીવટીતંત્રે આ અકસ્માતમાં અજિત પવાર સહિત 5 લોકોના મોતના સમાચારની પુષ્ટિ કરી છે.

Ajit Pawar Died News : દુર્ઘટનામાં જીવ ગુમાવનાર:

Ajit Pawar Died News
  • અજિત પવાર (ડેપ્યુટી CM, મહારાષ્ટ્ર)
  • પર્સનલ આસિસ્ટન્ટ (PA)
  • સુરક્ષાકર્મી
  • પ્લેન સ્ટાફ (ક્રૂ મેમ્બર્સ)

ચૂંટણી સભાઓને સંબોધવા જઈ રહ્યા હતા

અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે બારામતીમાં 4 મહત્વની સભાઓને સંબોધિત કરવાના હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને તેમના ગઢ ગણાતા બારામતીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

PM મોદી અને અમિત શાહે CM ફડણવીસ સાથે વાત કરી

દુર્ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને અકસ્માતની વિગતો મેળવી દુઃખ વ્યક્ત કર્યું હતું.

પવાર પરિવારમાં આક્રંદ

ઘટના સમયે શરદ પવાર અને સુપ્રિયા સુલે દિલ્હીમાં હતા, જેઓ તાત્કાલિક બારામતી જવા રવાના થયા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને પરિવારના અન્ય સભ્યો પણ મુંબઈથી બારામતી પહોંચી રહ્યા છે.

આગળની કાર્યવાહી: વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Budget Session 2026:બજેટ સત્ર પહેલાં સરકારની સર્વપક્ષીય બેઠક આજે, 35થી વધુ રાજકીય પક્ષોના સાંસદો હાજર રહેશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે