અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો , શિવાલયોમાં હર હર મહાદેવ

0
96
અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો
અમદાવાદીઓએ લગાવી ફરાળ માટે લાંબી કતારો

શ્રાવણ માસના પહેલા સોમવારે ફરાળ આરોગવા લાંબી લાઈનો લાગી છે. અમદાવાદીઓએ ફરાળ વેચતા વેપારીઓ , સ્ટ્રીટફૂડ પર સાબુદાણાની વાનગીઓ , ફરાળ તરીકે વપરાતી તમામ ખાદ્ય ચીજો માટે લાંબી લાઈનો જોવા મળી. ખાસ કરીને શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે શહેરની ઘણી ફરાળ બનાવતી લારીઓ ઉપર રીતસરની પડાપડી જોવા મળી છે. ઉપવાસના ફરાળ માટે લાંબી કતારો જોવા મળી રહી છે .એક તરફ શ્રાવણ માસમાં ભાવિકો શિવાલયોમાં લાંબી કતારો સાથે દર્શને પહોંચ્યા છે.

KAVAD

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન શિવની આરાધના કરવાનો સર્વશ્રેષ્ઠ મહિનો છે . શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. રાજ્યના સોમનાથ સહિત તમામ મંદિરોમાં શ્રાવણમાં વહેલી સવારે અનેક ભાવિક ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્ય બન્યાં હતાં. સવારની આરતીમાં ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રાવણના પ્રારંભે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ સોમનાથ મંદિર ઝેડ કેટેગરીમાં છે . ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથે ભાવિકો દેશ-વિદેશથી આવતા હોવાથી તેને યોગ્ય અને પૂરું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દર્શને આવતા પરિવારો, યાત્રિકો પરેશાન ન થાય તે માટે સૂચનાઓ તેમજ માર્ગદર્શન સતત માઈક પરથી અપાઈ રહ્યું છે.

SOMNATH

ભગવાન ભોળાનાથની સાધના અને આરાધનાના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે રહ્યના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. શ્રાવણ માસના સોમવારનું ઘણું મહાત્મય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં વિશેષ પુજા, દુગ્ધાભિષેક, જળાભિષેક પુજાવિધિ થશે. આજના દિવસે ભોળાનાથના ભક્તો શિવલીંગ પર ધતુરા, શણ, ચંદન, ચોખા, બીલીપત્ર અભિષેક,પંચામૃત અને દુધનો અભિષેક કર્યો . આજના દિવસે ઉપવાસનું પણ અલગ થી મહત્વ છે. રાજ્યભરના પ્રાચીન અર્વાચીન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દેશના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પહોંચ્યા છે સોમનાથમાં પણ શ્રદ્ધાળુંઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે . વહેલી  સવારથી ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શન માટે લાંબી લાંબી લાઈનો લગાવી છે. રાજ્યભરના પ્રાચીન અર્વાચીન શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે . બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરે આજના દિવસે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો આવી પહોંચ્યા છે . સોમનાથમાં પણ શ્રદ્ધાળુંઓ માટે વિશેષ પણ વ્યવસ્થા કરવામાં આવી છે.