અમદાવાદમાં ત્રણ વર્ષમાં રખડતા કુતરા કરડવાના 1.63 લાખથી વધુ બનાવ

2
127
અમદાવાદમાં ત્રણ વર્ષમાં રખડતા કુતરા કરડવાના 1.63 લાખથી વધુ બનાવ
અમદાવાદમાં ત્રણ વર્ષમાં રખડતા કુતરા કરડવાના 1.63 લાખથી વધુ બનાવ

અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા કુતરા કરડવાના બનાવ અંદાજે 1.63 લાખ બન્યા છે અને આ કેસમાં સતત વધારો પણ થઇ રહ્યો છે. અમદાવાદમાં રખડતા કુતરાઓ ત્રાસ યથાવત છે એક રીપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં 9.36 કરોડનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આતોગ્ય ખાતા કરવામાં આવ્યો અને હાલ 3.75 લાખ કરતા વધુ શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા છે. કરોડોનો ખર્ચ કર્યા પછી પણ શહેરમાં સતત રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત અને રખડતા કુતરા કરડવાના કેસ છેલ્લા ત્રણ વર્ષમાં 1.63 લાખ જેટલા નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કુતરાઓનું ખસી કારણ કરવા પાછળ અને રખડતા કુતરાઓના ત્રાસથી અમદાવાદીઓને મુક્તિ અપાવવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી. આપે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 9.36 કરોડનો ખર્ચ ખસીકરણ પાછળ કરાયો છે પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. એક સર્વે પ્રમાણે જુન ૨૦૧૯માં હ્યુમન સોસાઈટી દ્વારા અહેવાલમાં જણાવાયું છે કે શહેરમાં કુલ જે સંખ્યા હતી વર્ષ ૨૦૧૯ માં તેની સંખ્યા 2.20 લાખની આસપાસ હતી અને તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાઓને પકડીને તેનું ખસીકરણ કરવા માટે એક કુતરા દીઠ ૯૭૬.50 રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. વિપક્ષના નેતાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જણાવ્યું કે

2 70

વર્ષ 2020-21માં કુતરાના ખસીકરણ પાછળ 2.30 કરોડ રૂપિયા ખર્ચ

વર્ષ 2021-2022માં કુતરાના ખસીકરણ પાછળ 2.56 કરોડ રૂપિયા ખર્ચ

વર્ષ 2022-2023માં કુતરાના ખસીકરણ પાછળ 4,50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

એટલો મોટો ખર્ચ કાર્ય પછી પણ જયારે શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છે .અને કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાલ રખડતા કુતરા કરડવાના લગભગ ૨૦૦ જેટલા કેસ રોજના આવી રહ્યા છે. જે ચોકાવનારા આંકડા કહી શકાય . આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તંત્રને વારંવાર ટકોર કરાઈ રહી છે જેમાં રખડતા ઢોરનો ત્રાસ કાબુમાં લેવો માત્ર કાગળ પર નહિ પરંતુ કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવી તે પણ જણાવવામાં આવ્યું હતું ત્યાર બાદ થોડા સમય માટે તંત્ર સફાળું જાગ્યું હતું. પરંતુ ત્યાર બાદ સ્થિતિ ઠેરની ઠેર છે .

2 COMMENTS

Comments are closed.