દિલ્હીમાં સિંદુર ખેલા – દુર્ગા પૂજાની ઉજવણી

0
296
દિલ્હીમાં સિંદુર ખેલા - દુર્ગા પૂજાની ઉજવણી
દિલ્હીમાં સિંદુર ખેલા - દુર્ગા પૂજાની ઉજવણી

રાજધાની દિલ્હીમાં સમગ્ર વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સિંદુર ખેલા અને દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી. આજે વિજ્ય દશમીનું પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યું છે ત્યારે દુર્ગાપૂજાનો અંતિમ દિવસ અને વિસર્જન થઇ રહ્યું છે. રાજધાનીમાં વિવિધ સ્થળોએ બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ પહેલા દિલ્હી અને એન.સી.આરમાં બંગાળી સમુદાયની મહિલાઓએ સિંદુર ખેલની પણ ઉજવવી કરી . દુર્ગા પૂજનના છેલ્લા દિવસે મહિલાઓ રાજધાનીના અને k વિસ્તરમાં એક બીજાને સિંદુર લગાડતી જોવા મળી. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં તંત્ર દ્વારા કૃત્રિમ કુંડ બનાવાયા છે તે ઉપરાંત દુગ્ર પુજાના પંડાલમાં પણ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં મૂર્તિ વિસર્જન કાર્યક્રમ કરવામાં આવશે. દુર્ગા પુજાના પંડાલના આયોજકોના કહેવા પ્રમાણે દુર્ગા પુજાના છેલ્લા દિવસે બંગાળી સમુદાયની મહિલાઓ સિંદુર ખેલનો ઉત્સવ પણ ઉજવે છે . દેશભરમાં નવરાત્રીનું પર્વ ભવ્ય ઉજવણી કર્યા બાદ વિજય દશમીનું પર્વ માનવી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ અગ્રણી લોકોએ દેશની જનતાને વિજય દશમીની શુભેચ્છાઓ આપી હતી. દિલ્હીના સી એમ અરવિંદ કેજરીવાલે સોશિઅલ મીડિયામાં દિલ્હીની જનતાને શુભેચ્છાઓ આપી છે.

દિલ્હીના સી.આર.પાર્ક, મિન્ટો રોંદ, અરમ બાગ રોડ , કરોલ બાગ, કાશ્મીરી ગેટ, અને દિલશાન ગાર્ડનમાં દુર્ગા પુજાના પંડાલોમાં વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે. અ તમામ પંડાલોમાં બંગાળના સંગીતકારો કલાકારોએ પંડાલમાં ભક્તિમય વાતાવરણ સર્યું હતું. મહિલાઓ, બાળકો અને પુરુષોએ અલગ અલગ કલાનું પ્રદર્શન કરીને હાજર લોકોને મંત્રમુગ્ધ કાર્ય હતા. નૃત્ય , ગાયન રમત ગમત ,સ્પર્ધાઓ યોજાઈ હતી.

જાણો સિંદુર ખેલા ઉત્સવ શું છે અને કેવી રીતે ઉજવવામાં આવે છે.

1 98

નવરાત્રીના અંતિમ દિવસે દશેરા પર્વ પર દુર્ગા પૂજામાં મહા આરતીનું આયોજન કરવામાં આવે છે આરતી પછી ભક્તો દુર્ગા માતાને કોચુર શાક, ઈલીશ,પાતા, ભાત, વિગેરે અર્પણ કરે છે. માતા દુર્ગાની સામે એક અરીસો મુકવામાં આવે છે. જેમાં મરણ ચરણ દેખાય છે. એવું માનવામાં આવે છેકે તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અને ત્યાર પછી સિંદુરનો ખેલ શરુ થાય છે. જેમાં બંગાળી મહિલાઓ એક બીજાને સિંદુર લગાડીને ભક્રી ભાવથી માતા દુર્ગાની મૂર્તિને વિદાય આપે છે. એક માન્યતા અનુસાર સિંદુર ખેલની વિધિ લગભગ 450 વર્ષથી પણ જૂની છે તેની શરૂઆત બંગાળથી થઇ હતી