Ahmedabad Police : જો તમે પણ રોંગ સાઈડ વાહન ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે છે, આવતીકાલથી રોંગ સાઈડ વાહન ચલાવતા પહેલા 100 વખત વિચાર કરજો કેમ કે અમદાવાદમાં આવતીકાલથી પોલીસ મેગા ડ્રાઈવ હાથ ધરવાની છે, અને ઈતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડ પર ડ્રાઈવ કરનારને સીધી પોલીસ સ્ટેશન લઇ જશે.
અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવ યોજાશે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.
Ahmedabad Police : વાહનચાલકની ધરપકડ પણ કરાશે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઈવ યોજવામાં આવશે. શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.
Ahmedabad Police : કલમ 279 અને 184 અંતર્ગત ગુનો દાખલ કરાશે
પોલીસ કમિશનર તરફથી આદેશ મળ્યો છે કે, અવારનવાર જે એક્સિડન્ટ થઈ રહ્યા છે, તેમાં રોંગ સાઈડથી આવતા વાહનોના કારણે અકસ્માતના બનાવ બનતા હોય છે તો તેના કારણે અમે 22 જૂનથી લઈને 31 જૂન સુધી 10 દિવસની ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરીએ છીએ. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ રોંગ સાઈડમાંથી આવતા વાહનચાલકોને અટકાવવાનો છે. રોંગ સાઈડથી જે વાહનો આવતા હોય છે તેમના વિરુદ્ધ 184 અંતર્ગત કાર્યવાહી કરીએ છીએ પરંતુ, આ ડ્રાઈવમાં અમે તે ચાલકો વિરુદ્ધ 279 અને 184 અંતર્ગત ગુનો દાખલ કરીને FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
Ahmedabad Police : મુખ્ય રોડ પર યોજાશે ડ્રાઈવ
જોકે પોલીસનું કહેવું છે કે શરૂઆતમાં આ ડ્રાઈવ શહેરના મુખ્ય રોડ પર જ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ શહેરના અંદરના માર્ગો પણ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, આ ડ્રાઈવનો હેતુ જાહેર પ્રજાને રોંગ સાઈડમાંથી આવવાના કારણે લોકોને થતા નુકસાનથી સજાગ કરવાનો છે. ટ્રાફિક ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ આ ડ્રાઈવનો ભાગ બનશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો