Rupee vs Dollar : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ

0
249
Rupee vs Dollar
Rupee vs Dollar

Rupee vs Dollar : ભારતીય ચલણ રૂપિયો યુએસ ડૉલરની સરખામણીએ 83.62 ના તેના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયામાં ઘટાડાની પાછળનું કારણ બુધવારે કરવામાં આવેલી 23,000 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્લોક ડીલ માનવામાં આવે છે. આ ડીલમાં ઇન્ડસ ટાવર્સમાં વોડાફોન પીએલસીના હિસ્સાનું વેચાણ પણ સામેલ છે.

1 165

Rupee vs Dollar : રૂપિયો તૂટવાનું  મુખ્ય કારણ શું ?

Rupee vs Dollar : અગાઉ છેલ્લા સત્રમાં ભારતીય ચલણ રૂપિયો 83.4550 પર બંધ થયો હતો. ભારતીય શેરબજારોએ બુધવારે આશરે રૂ. 23,000 કરોડના મૂલ્યના પાંચ મોટા બ્લોક સોદા સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો, જે કદની દ્રષ્ટિએ એક દિવસમાં સૌથી મોટો સોદો છે. આ સોદો યુકે સ્થિત વોડાફોન ગ્રુપ દ્વારા ઇન્ડસ ટાવર્સમાં 18 ટકા હિસ્સો રૂ. 15,300 કરોડમાં વેચવાનો હતો.

Rupee vs Dollar : ભૌગોલિક રાજકીય તણાવની પણ અસર  

2 100

 ઇન્ડસ ટાવર્સમાં બ્લોક ડીલના પરિણામે $2 બિલિયનનો આઉટફ્લો ભારતીય ચલણને અત્યાર સુધીના નીચા સ્તરે લઈ જવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ સિવાય ભૌગોલિક-રાજકીય તણાવના કારણે યુએસ ડોલરની માંગમાં ભારે વધારો થયો છે. તેથી ભારતીય રૂપિયા સહિત અન્ય કરન્સીમાં ઘટાડો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) અને તેલ ઉદ્યોગ યુએસ ડોલરના મોટા ખરીદદારો છે.

Rupee vs Dollar : ડૉલર 105.47 ના સ્તરે ટ્રેડ  

4 78

Rupee vs Dollar : આજે ડૉલર ઈન્ડેક્સ (DXY) છ મુખ્ય કરન્સી સામે 0.21 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 105.47ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એક સરકારી બેંકના વિદેશી હૂંડિયામણ વેપારીએ જણાવ્યું હતું કે યમનના હુથી આતંકવાદીઓએ લાલા સાગરમાં બીજું જહાજ ડૂબ્યું છે, જે પછી દરિયાઈ વેપાર માર્ગો પર તણાવ વધી ગયો છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા રૂપિયાના અવમૂલ્યનને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી છે.  પરંતુ ગુરુવારે આરબીઆઈ દ્વારા કેટલીક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે રૂપિયો તેના નીચલા સ્તર પર પહોંચી ગયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો