RAJKOT FIRE : રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સીટનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે.

RAJKOT FIRE : આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઇને હજુ તપાસ ચાલુ છે. રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

RAJKOT FIRE : 20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તેમાં કામગીરી અધુરી હોવાથી વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સુઓમોટો લઇને 27 મેના રોજ સુનાવણી કરી હતી ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 72 કલાકની અંદર સીટનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે. પરંતુ આજે રાજકોટ અગ્નિકાંડના 28 દિવસ બાદ સીટનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
RAJKOT FIRE : TRP ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર

RAJKOT FIRE : અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો