AHMEDABAD :  હવે તમારું ધ્યાન AMC ના CCTV રાખશે, A.I રાખશે આખા અમદાવાદ પર નજર   

0
226
AHMEDABAD
AHMEDABAD

AHMEDABAD : પોલીસ અને કોર્પરેશન A.I. ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને દંડ ફટકારશે

AHMEDABAD

ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય ખાસ કરીને ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં હવે દિવસે ને દિવસે મુંબઈ-દિલ્લી જેવી સ્થિતિ બનતી જાય છે. અહીં ધંધા-રોજગાર માટે રોજ સંખ્યાબંધ લોકો બહારથી અવરજવર કરતા થયા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે આશયથી ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

AHMEDABAD : AI ની મદદથી પોલીસ અને પાલિકા બન્ને કરશે તમારી મદદ

AHMEDABAD


હવેથી પોલીસ અને પાલિકા બન્ને રાખશે તમારી હરકતો પર નજર. AI એટલેકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે. એટલું જ નહીં બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર પણ તમારી બધી હરકત તમારી દરેક મૂવમેન્ટ પર વોચ રાખશે. શહેરમાં જગ્યા જગ્યાએ લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાની મદદથી આ વોચ રાખવામાં આવશે.

AHMEDABAD : મુંબઈ-દિલ્લી કરતા પણ અમદાવાદમાં આવશે કડક કાયદો

AHMEDABAD


હવે અમદાવાદ મ્યુનિ.દ્વારા ત્રીસથી વધુ બાબત માટે ઈ-મેમો અપાશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારનું સોફટવેર તૈયાર કરવામાં આવ્યુ છે.પાંચ હજારથી વધુ સી.સી.ટી.વી.કેમેરાની મદદથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મળી ત્રીસથી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે.આગામી બે મહિનામાં અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

AHMEDABAD : CCTV કેમેરાની મદદથી પોલીસ-પાલિકા કરશે કાર્યવાહી

AHMEDABAD


અમદાવાદમાં હવે ટ્રાફિક કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ નિયમની અવગણના કરવી આવનારા સમયમાં લોકો માટે ભારે પડી જશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામા આવેલા ખાસ પ્રકારના સોફટવેર સાથે વિવિધ વિસ્તારમાં લગાવવામા આવેલીસી.સી.ટી.વી.કેમેરાને કંટ્રોલરુમ સાથે જોડી દેવામાં આવશે.જેથી નિયમનો ભંગ કરનારા પકડાઈ જશે.નિયમભંગ કરવા બદલ પકડાયેલા લોકોને ઈ-મેમો આપવામાં આવશે.

AHMEDABAD : જાણો કઈ-કઈ બાબત માટે પોલીસ અને AMC આપશે ઈ-મેમો

  • • રેડ સિગ્નલનો ભંગ કરવો
  • • ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ
  • • સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર મુસાફરી કરવી
  • • ત્રણ સવારી મુસાફરી કરવી
    • દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર
  • • નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવુ
  • • જાહેર રસ્તા ઉપર થૂંકનારાને દંડ કરાશે
  • જાહેર રોડ ઉપર રખડતા પશુ ને લઈને થશે દંડ
  • • ભારે વાહન દ્વારા મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ
  • • રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા અંગે
  • • બી.આર.ટી.એસ.કોરિડોરમાં વાહન ચલાવવુ
  • • રોડ ઉપરના ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં
  • • રોડ ઉપરના વીજ પોલ કે ફૂટપાથ તૂટેલા હોય
  • • જાહેર રોડ ઉપર કચરો નાંખવો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો