MAHESANA NEWS :   કડીમાં ઝડપાયું મોટું જુગારધામ, 2 વિદેશી યુવતીઓ પણ રમી રહી હતી જુગાર   

0
729
MAHESANA NEWS
MAHESANA NEWS

MAHESANA NEWS :  કડી તાલુકાના કલ્યાણપુરા રોડ ઉપર આવેલા વેકરા સીમમાં એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ જુગાર ચાલી રહ્યું હોવાની માહિતી કડીના બાવલુ પોલીસને મળી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ખાનગી વાહનોમાં જુગારના અડ્ડા પર રેડ પાડતા મોંઘી કારોનો ખડકલો જોવા મળ્યો. જુગારના અડ્ડા પર બાવલુ પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે જુગાર રમતા બે વિદેશી મહિલાઓ સહિત 25 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ 67 લાખથી પણ વધુના રોકડ રકમ સાથે મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાં કસિનોમાં વાપરવામાં આવતા પ્લાસ્ટિકના કોઇન પણ પ્રાપ્ત થયા હતા.

MAHESANA NEWS

MAHESANA NEWS :  પોલીસે હાઇ પ્રોફાઇલ જુગારના અડ્ડા ઉપર રેડ પાડી

MAHESANA NEWS


MAHESANA NEWS :  કડીના બાવલુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રિએ ગાડીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ખાનગી રાહે પોલીસને માહિતી મળી હતી કે, કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલા વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મ હાઉસમાં જુગાર ચાલી રહ્યું છે. જે જુગારનો અડ્ડો કડીની રાજ રેસિડેન્સી સોસાયટીમાં રહેતો સંજય કાંતિલાલ પટેલ બહારથી માણસો બોલાવીને ધમધમાવી રહ્યો છે. આ હકીકતના આધારે બાવલુ પોલીસના સ્ટાફે એકત્રિત થઈને ખાનગી તેમજ સરકારી વાહનોમાં વેકરા ગામની સીમમાં આવેલા વહાણવટી ફાર્મ હાઉસમાં પહોંચી જુગારના અડ્ડા ઉપર રેડ પાડી હતી.

MAHESANA NEWS :   સ્થળ પરથી 67 લાખનો મુદ્દામાલ ઝડપાયો

MAHESANA NEWS


MAHESANA NEWS :   પોલીસની ગાડીઓ આવતા જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ જુગારના અડ્ડા ઉપર હાઈ પ્રોફાઈલ જુગાર ધમધમી રહ્યું છે. તેમજ ફાર્મ હાઉસમાં મોઘી દાટ i-20, ફોર્ચ્યુનર, BMW, i-10, સ્વિફ્ટ, એક્સેસ સહિત ગાડીઓનો ખડકલો પણ પોલીસના નજરે પડ્યો હતો. સાથે વિદેશી બે મહિલાઓ પણ જુગાર રમતી જોવા મળી હતી. બાવલુ પોલીસે મસમોટા હાઇ પ્રોફાઈલ જુગારના અડ્ડા ઉપર રેડ કરતા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી મોંઘીદાટ ગાડીઓ, મોબાઈલ, કોઈન રોકડ રકમ સાથે કુલ રૂપિયા 67,64,180નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

MAHESANA NEWS :   પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા ઝડપેલા આરોપીઓ

  • સંજય કાંતિભાઈ પટેલ (રહે કડી),
  • દિનેશભાઈ પટેલ (રહે કડી),
  • કૃણાલ મહેન્દ્રભાઈ પટેલ (રહે કડી),
  • રોનક રજનીકાંતભાઈ પટેલ (રહે કણજરી તાલુકો કડી),
  • શૈલેષભાઈ લાધુભાઈ રથવી( રહે આદરીયાણા તાલુકો પાટડી),
  • મનુભા ઉદુભા ઝાલા( રહે હારીજ),
  • જીગ્નેશ નટવરભાઈ પટેલ (રહે લક્ષ્મણપુરા તાલુકો કડી),
  • મૌલિક દલપતભાઈ પ્રજાપતિ (રહે શેર તાલુકો માંડલ),
  • પંકજ મનુભાઈ પટેલ (રહે ચાંદલોડિયા અમદાવાદ),
  • બીપીન નારણભાઈ પટેલ( રહે ઘાટલોડિયા અમદાવાદ),
  • દર્શન ગીરીશભાઈ પટેલ (રહે ચલોડા તાલુકો ધોળકા),
  • રાકેશ રમેશભાઈ પટેલ( રહે ચલોડા તાલુકો ધોળકા),
  • મુકેશ વિઠ્ઠલભાઈ પટેલ (રહે આદુન્દ્રા તાલુકો કડી),
  • નરેન્દ્ર રતિલાલ પટેલ( રહે કડી),
  • મનીષ અમૃતભાઈ પટેલ (રહે કડી),
  • વિજયસિંહ દશરથસિંહ સોલંકી (રહે મોડાસર તાલુકો સાણંદ),
  • હીરા લેબાભાઈ ઠાકોર (રહે સુબાપુરા તાલુકો શંખેશ્વર),
  • ધીરુ હાથીભાઈ ભરવાડ (રહે નાયકપુર તાલુકો માંડલ),
  • અજય સિંહ વનરાજસિંહ વાઘેલા( રહે માનપુરા તાલુકો માંડલ ),
  • દિલીપ અમરસંગ રાઠવા (રહે વડગામ જિલ્લો સુરેન્દ્રનગર),
  • ગણેશ વશરામભાઈ રાઠવા (રહે વડગામ જિલ્લો સુરેન્દ્રનગર),
  • કૌશલ માણેકલાલ પટેલ (રહે વડગામ જિલ્લો સુરેન્દ્રનગર),
  • સેતુર્ય ફુચન ઉર્ફે ગરિમા કેશવ મંગલ સુનર (રહે ઓલ્ડ ગોવા મૂળ રહે કાઠમંડુ નેપાળ),
  • વિદ્યા હરિબ હાદુર લાલાબાદૂર (રહે વેસ્ટ ન્યુ દિલ્હી મૂળ રહે કાઠમંડુ નેપાળ),
  • રમેશ ત્રિભુવનભાઈ પટેલ( રહે વેકરા તાલુકો કડી),
  • ચેતન ત્રિભુવનભાઈ પટેલ (રહે વેકરા તાલુકો કડી)

ઉપરોક્ત તમામને જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ જુગાર રમતા પ્રવીણ ઉર્ફે ભોપો ગોવિંદભાઈ પટેલ( રહે કુણપુર તાલુકો માંડલ), રાજુજી ઠાકોર( રહે વરખડિયા તાલુકો કડી) સ્થળ ઉપરથી ફરાર થઈ જતા તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.