HomeGujaratAdministrative Shake-up: સચિવાલયના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર, 12 ઉપ સચિવોની બદલી અને...

Administrative Shake-up: સચિવાલયના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર, 12 ઉપ સચિવોની બદલી અને અનેકને વધારાનો ચાર્જ

Administrative Shake-up: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી કાર્યકાળને વધુ વેગવંતો બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી માળખામાં મોટી સર્જરી કરતા GAD દ્વારા એકસાથે 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી (Transfer & Promotion) ના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

Administrative Shake-up: સેક્શન ઓફિસર્સને મળ્યું પ્રમોશન

સરકારના આ નવા આદેશ અનુસાર, મુખ્યત્વે સેક્શન ઓફિસર અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને મહત્વના પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓને હવે ‘ઉપ સચિવ વર્ગ-1 (લેવલ 10)’ તરીકે બઢતી આપીને રાજ્યના અતિ મહત્વના ગણાતા વિભાગોમાં નવી નિમણૂક સોંપવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગ (Home Department), મહેસૂલ (Revenue), આરોગ્ય (Health), માર્ગ અને મકાન (R&B) તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી (DST) જેવા મુખ્ય વિભાગોનો સમાવેશ થાય છે.

Administrative Shake-up: 12 ઉપ સચિવોની બદલી અને વધારાનો કાર્યભાર

બઢતીની સાથે-સાથે વહીવટી સુધારો કરવા માટે સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 12 જેટલા ઉપ સચિવ વર્ગ-1 ના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી કામગીરી અટકે નહીં તે માટે કેટલાક સિનિયર અધિકારીઓને તેમની ચાલુ જવાબદારીઓ ઉપરાંત અન્ય વિભાગોનો વધારાનો કાર્યભાર (Additional Charge) પણ સોંપવામાં આવ્યો છે.

આ આદેશ બાદ સચિવાલયના પાટનગર ગાંધીનગરમાં વહીવટી લોબીમાં ભારે સવળ-જવળ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ નવા વહીવટી ફેરફારોને કારણે સરકારી કામકાજની ગતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે.

Administrative Shake-up
Administrative Shake-up
Administrative Shake-up
Administrative Shake-up
Administrative Shake-up
Administrative Shake-up
Administrative Shake-up

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા ગુડ ન્યૂઝ!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments