ADANI ગ્રુપે વધુ એક મીડિયા ગ્રુપ ખરીદ્યું છે. આ વખતે કંપનીએ ન્યૂઝ એજન્સીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. જેના કારણે હવે ગૌતમ અદાણી ADANI પાસે કુલ ટોટલ ત્રણ કંપની થઈ ચુકી છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં તેણે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદ્યું હતું, જે BQ પ્રાઇમ નામનું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણી ગ્રુપે NDTVમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો. અને હવે અદાણીએ ન્યૂઝ એજન્સી IANS ઈન્ડિયાને ખરીદી લીધી છે.
પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ADANI એ ન્યૂઝ એજન્સી IANS ઈન્ડિયાને ખરીદી લીધી છે. આ ડીલ બાદ મીડિયામાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત બની છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં તેણે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદ્યું હતું, જે BQ પ્રાઇમ નામનું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણી ગ્રુપે NDTVમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો.અદાણી ગ્રુપે IANS ન્યૂઝ એજન્સીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે તેની પેટાકંપની AMG મીડિયા નેટવર્ક્સ (AMNL) એ IANS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જો કે અદાણી ગ્રુપે ડીલની કિંમતનો ખુલાસો કર્યો નથી.
મીડિયામાં વધી રહી છે ADANI ગ્રુપની પકડ
ગયા વર્ષે માર્ચમાં અદાણી ગ્રૂપે ક્વિન્ટિલન બિઝનેસ મીડિયાને ખરીદી હતી, જે કંપની ફાઇનાન્સ ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ BQ પ્રાઇમ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણીએ NDTVને પણ ખરીદી લીધુ હતું. આ બંને કંપનીઓ પણ AMNL દ્વારા ખરીદવામાં આવી હતી. માહિતી આપતાં, AMNLએ કહ્યું કે તેણે IANS અને સંદીપ બામઝાઈ સાથે શેરહોલ્ડર કરાર કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.
AMNLની પેટાકંપની હશે IANS
ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે IANSનું સંપૂર્ણ નિયંત્રણ AMNL પાસે રહેશે. કંપની પાસે IANSમાં તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો અધિકાર હશે. હવે IANS એજન્સી AMNLની પેટાકંપની હશે.
ગૌતમ અદાણીએ 1988માં કોમોડિટી ટ્રેડર તરીકે બિઝનેસ શરૂ કર્યો હતો. આ પછી ધીમે ધીમે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, એરપોર્ટ, એફએમસીજી, કોલસો, એનર્જી મેનેજમેન્ટ, સિમેન્ટ અને કોપર સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી. તાજેતરમાં અદાણી ગ્રુપે 5G ટેલિકોમ સ્પેક્ટ્રમ પણ ખરીદ્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો
Ratan Tata : રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી,આરોપીએ કહ્યું – સાયરસ મિસ્ત્રી જેવા થશે હાલ