Home Desh Aadhaar Security Boost:દેશભરમાં 2 કરોડ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય: UIDAIએ આપી...

Aadhaar Security Boost:દેશભરમાં 2 કરોડ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય: UIDAIએ આપી મોટી માહિતી

0
376
Aadhaar Security
Aadhaar Security

Aadhaar Security Boost:દેશમાં આધાર કાર્ડ સંબંધિત સુરક્ષા અને ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓથોરિટીએ જાહેરાત કરી છે કે દેશભરમાં લગભગ બે કરોડ મૃત વ્યક્તિઓના આધાર નંબર કાયમી રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. UIDAIનું કહેવું છે કે આ કાર્યવાહી છેતરપિંડી અટકાવવા અને આધારના દુરૂપયોગને સંપૂર્ણપણે રોકવા માટે જરૂરી છે.

Aadhaar Security Boost

UIDAI મુજબ, મૃતક વ્યક્તિઓની ઓળખ  કરવા માટે ઓથોરિટીએ દેશના અનેક સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કર્યો હતો. તેમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા, રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, બેંકો તેમજ અન્ય સરકારી-ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ વિવિધ ડેટા પોઈન્ટ્સના સમન્વય દ્વારા UIDAI ખાતરી કરી શક્યું કે જે લોકોનું અવસાન થઈ ચૂક્યું છે, તેમના આધાર નંબર કોઈ પાસે સક્રિય ન રહે.

Aadhaar Security Boost:છેતરપિંડી અટકાવવા માટે ડેટાબેઝમાંથી મૃતકના નામ હટાવાયા

UIDAIએ જણાવ્યું કે મૃત વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને ફરી ક્યારેય ફાળવવામાં આવતો નથી, પરંતુ સુરક્ષા માટે આ જૂના નંબર નિષ્ક્રિય કરવું આવશ્યક છે. જો આવા જૂના નંબરો કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે તો સરકારી યોજનાઓમાં ગેરકાયદે લાભ લેવામાં આવવાની અને સબસીડી અથવા લાભોનું દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે.

Aadhaar Security Boost

myAadhaar પોર્ટલ પર ‘મૃત વ્યક્તિની માહિતી આપો’ સુવિધા શરૂ

દેશભરના લોકો સહેલાઈથી મૃતક વ્યક્તિ અંગે UIDAIને જાણ કરી શકે તે માટે ઓથોરિટીએ નવી સુવિધા શરૂ કરી છે. હવે પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત સગાના મૃત્યુની માહિતી અને ડેથ સર્ટિફિકેટ અપલોડ કરીને રિપોર્ટ નોંધાવી શકે છે. હાલ આ સુવિધા 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. માહિતીની પુષ્ટિ થયા બાદ UIDAI તે આધાર નંબર કાયમી રીતે નિષ્ક્રિય કરે છે.

UIDAIએ નાગરિકોને અપીલ કરી છે કે ડેટાબેઝ સુરક્ષિત અને અપડેટ રહે, તે માટે જો કોઈ પરિવારજનોનું અવસાન થાય તો તેમની મૃત્યુની માહિતી તરત જ myAadhaar પોર્ટલ પર નોંધાવી દેવી જોઈએ.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

New Rules: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારાના નવા નિયમો જાહેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે