સુરત કોર્ટે સાબિત કર્યું કે કોર્ટ બધા માટે સમાન છે : પાત્રા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલને આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજી ફગાવી દીધી છે. આ મામલે ભાજપ તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે કહ્યું છે કે, “ગાંધી પરિવારને હંમેશા લાગતું હતું કે, તેમના માટે અલગ કાયદો હોવો જોઈએ. રાહુલને એ વાતનું ઘમંડ હતુ કે, તેઓ ગાંધી પરિવારના પુત્ર છે, પરંતુ સુરતની કોર્ટે પણ સાબિત કરી દીધું કે કોર્ટ બધા માટે એક સમાન છે. રાહુલ પાસે હજુ પણ તક છે, તેમણે હાથ જોડીને OBC સમુદાયની માફી માંગવી જોઈએ. કોર્ટમાં માફી માંગવામાં કેમ શરમ આવે છે? તે કેમ કહે છે કે, તેમના શબ્દકોશમાં સોરી શબ્દ નથી. તેઓ પહેલાં તો સુપ્રીમ કોર્ટમાં કાન પકડીને માફી માંગી ચૂક્યા છે. કોર્ટના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ખાસ કરીને પછાત વર્ગમાં ખુશીનો માહોલ છે. ગાંધી પરિવારના ઘમંડ પર આ જોરદાર લપડાક છે.”