IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા શુભમન ગિલનું નિવેદન

0
41

IPL ૨૦૨૩માં ગુજરાત ટાઈટન્સના ઓપનર બેટ્સમેન શુભમન ગિલે તુફાન મચાવ્યું છે. આ શાનદાર પ્રદર્શનથી શુભમન ગિલની સરખામણી વિરાટ કોહલી અને ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર સાથે કરવામાં આવી રહી છે. જેને લઈને ગિલે કહ્યું છે, “સચિન સર, વિરાટભાઈ, રોહિત શર્મા – જે રીતે યુવાનોને પ્રેરિત કરે છે, તેનું વર્ણન કરી શકાતું નથી. જો આપણે 1983નો વર્લ્ડ કપ ન જીત્યો હોત તો શું દુનિયાને સચિન તેંડુલકર મળ્યો હોત? કદાચ ના. જો 2011 ODI વર્લ્ડ કપ જીત્યા ન હોત તો શું હું આટલો પ્રેરિત હોત? કદાચ હા કે ના ખબર નહીં. આવો વારસો હંમેશ માટે જીવશે.”


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.