અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

1
62
અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ,આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

કરણી સેનાના નેતા સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો

અંબાજીમાં સર્વ સમાજ દ્વારા રેલી યોજાઈ

રેલી યોજીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

જયપુર ખાતે 5 ડિસેમ્બરના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો રાજસ્થાન બહાર ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે શકિતપીઠ અંબાજી ખાતે સર્વ સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડને લઈ આજે સર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંબાજીના તમામ બજારો વહેલી સવારથી સ્વયંમભૂ બંધ જોવા મળ્યા હતા અને સર્વ સમાજ દ્વારા રેલી સ્વરૂપે જોડાઈ 51 શકિતપીઠથી રેલી સ્વરૂપે અંબાજી બજારમાં નીકળી હતી.

રાજસ્થાન કરણી સેના નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડના ૪ આરોપીઓ પૈકી ૨ આરોપીઓ પકડાયા પરંતુ અન્ય ૨ આરોપીઓ હજુ પણ પોલીસ પકડ થી દુર હોવાના લીધે રાજસ્થાન તેમજ ગુજરાતમાં રાજપૂત અને અન્ય સર્વે સમાજ ના લોકોમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.જેના ઘેરા પ્રત્યાઘાતનો પડઘો રાજસ્થાન તેમજ ગુજરાતમાં પડી રહ્યાં છે.જેના પગલે ગુજરાતમાં વિવિધ વિસ્તારો માં રેલી કાઢી ,બંધ પડાયું છે .ત્યારે અંબાજી ખાતે પણ કરણી સેના જિલ્લા ઉપાધ્યક્ષ સંદીપસિંહ રાજપૂત ના નેતૃત્વમાં સર્વે સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી.જેમાં મોટા પ્રમાણ માં અંબાજી ગામના સ્થાનિક અને અગ્રણીઓ જોડાયા હતા. હત્યાને લઈને પોલીસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સુખદેવસિંહ ગોગામેડીના નિર્મમ હત્યાકાંડ મામલે હત્યારાઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા લોકો દ્વારા હાય – હાય ના નારા લગાવ્યા હતા અને સરકારશ્રી આ બાબતે સી.બી.આઇ.તપાસ કરાવી હત્યારાઓ ફાંસી ની સજા અપાય તેવી માંગ કરાઈ હતી. અંબાજી સર્કલ ઓફિસ તેમજ પી.આઇ.અંબાજી ને હત્યાકાંડ મામલે ગોગામેડી પરિવાર ને જલ્દી થી જલ્દી ન્યાય મળે તેમજ હત્યારાઓ ને ફાંસી ની સજા અપાય તેવી માંગ સાથેસર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. ને આવેદન પત્ર અપાયું હતું.સાથે અંબાજીમાં બંધ પણ પડાવામાં આવ્યું હતું. અને વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યું હતું.  

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

1 COMMENT

Comments are closed.