Home State Gujarat Vadodara news:દારૂના નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડનું હવામાં ફાયરિંગ, મંદિર પાસે શ્રદ્ધાળુઓમાં મચ્યો...

Vadodara news:દારૂના નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડનું હવામાં ફાયરિંગ, મંદિર પાસે શ્રદ્ધાળુઓમાં મચ્યો ફફડાટ

0
222
Vadodara news
Vadodara news

Vadodara news:સંસ્કારી નગરી વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. GST ભવનમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નવદુર્ગા મંદિર પાસે બનેલી આ ઘટનાને કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

Vadodara news: નવદુર્ગા મંદિર પાસે નશામાં ગોળીબાર

Vadodara news

મળતી માહિતી મુજબ, આરોપી નરેન્દ્રસિંહ રાજ (રહે. જંબુસર) વડોદરાના કુબેર ભવન ખાતે GST સેવા કેન્દ્રમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત રાત્રે નોકરી પૂરી કરી જમવા જતી વખતે તેણે નશાની હાલતમાં પોતાની એકનાળી બંદૂક કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું.

Vadodara news: જાગૃત મહિલા પર હુમલાનો પ્રયાસ

Vadodara news

ઘટનાને નજરે જોનાર સ્થાનિક મનીષાબેન કહારે જણાવ્યું કે, “અમે મંદિરમાં દર્શન કરતા હતા ત્યારે અચાનક ગાર્ડે બંદૂક કાઢી ફાયરિંગ શરૂ કર્યું. મેં તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી તો નશામાં ધૂત ગાર્ડે મારા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.” નજરે જોનારાઓના મતે ગાર્ડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જોકે પોલીસ તપાસમાં એક રાઉન્ડની વાત સામે આવી છે.

રાવપુરા પોલીસની કાર્યવાહી: આરોપી જેલના સળિયા પાછળ

ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પાસેથી:

  • પરવાનાવાળી એકનાળી બંદૂક (યુ.એસ. 107 બી)
  • જીવતા કારતૂસ
  • બ્લેન્ક કારતૂસ જપ્ત કર્યા છે.

પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી ભંગ) અને જાહેરનામાના ભંગના બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બનાસકાંઠામાં મધરાતે કાળમુખી આગ: રાજસ્થાનથી આવતી લક્ઝરી બસ બની અગનગોળો, 1 મુસાફરનું કરૂણ મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે