ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગી હતી. કર્મયોગી ભવનના બ્લોક-2માં પેહલા માળે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા.ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.આ અંગે માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર કે.એમ.દસ્તુરે જણાવ્યું હતું કે 80 % જેટલો રેકોર્ડ બચાવી લેવામાં આવ્યા હતા.આગમાં કોમ્પયુટર અને ટેબલોને નુકસાન થયું છે જોકે ટેબલ માંથી ફાઈલો કાઢી લેવામાં આવી હતી .આ અંગે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ખાતકીય પરીક્ષા અને સ્ટેનોગ્રાફરની ઉત્તરવહી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.અને કોઈપણ મહત્વના સાહિત્યને આગમાં નુકસાન પહોંચ્યું નથીવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ