Gujarat Weather Alert: ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવા સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Weather Alert: 48 કલાકમાં વાતાવરણમાં ફેરફાર

આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
Gujarat Weather Alert: 13થી 15 ઓક્ટોબર દરમિયાન પલટો
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 13થી 15 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ દરમિયાન પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.
Gujarat Weather Alert: 16થી 18 ઓક્ટોબર વરસાદની શક્યતા
16થી 18 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે હવામાન પર નજર રાખવી જરૂરી બની શકે છે.
11થી 20 ઓક્ટોબર વચ્ચે લો-પ્રેશર સિસ્ટમની શક્યતા

આગાહી મુજબ 11થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી દેશના કેટલાક વિસ્તારો સહિત ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થઈ શકે છે.
24થી 26 ઓક્ટોબરે ફરી પલટાની શક્યતા
24થી 26 ઓક્ટોબર દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખેડૂતોને પાક અને પાતરમાં ઝેરી જીવાત તથા જીવજંતુઓના ઉપદ્રવથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે ફરિયાદ: આકાશવાણી કચેરી બહાર વિરોધ

