HomeDeshTrump’s Remark: બ્રાઝિલની ચૂંટણી અંગેની પોસ્ટમાં ‘India’s Presidential Election’નો ઉલ્લેખ; 12.5 કરોડ...

Trump’s Remark: બ્રાઝિલની ચૂંટણી અંગેની પોસ્ટમાં ‘India’s Presidential Election’નો ઉલ્લેખ; 12.5 કરોડ મતના દાવા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા

Trump’s Remark: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે ભારત અને બ્રાઝિલની ચૂંટણીને લઈને ગોટાળો કર્યો હતો. ટ્રમ્પે “India’s Presidential Election”નો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે પ્રથમ તબક્કામાં આશરે 12.5 કરોડ લોકોએ મતદાન કર્યું અને પરિણામ ઝડપથી જાહેર થયું.

Trump’s Remark: ભારતના બદલે બ્રાઝિલનો ઉલ્લેખ

Trump’s Remark

હકીકતમાં આ ચૂંટણી બ્રાઝિલમાં યોજાઈ હતી. ટ્રમ્પની પોસ્ટમાં બ્રાઝિલના બદલે ભારતનું નામ લખાઈ જતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. પોસ્ટમાં દર્શાવાયેલા આશરે 12.5 કરોડ મતનો આંકડો બ્રાઝિલની ચૂંટણી સાથે જોડાયેલો છે.

Trump’s Remark: અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા પર સવાલ

ટ્રમ્પે આ ઉદાહરણના આધારે અમેરિકાની ચૂંટણી અને મતગણતરીની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અમેરિકામાં મતગણતરીમાં લાગતા સમય અંગે ટીકા કરી અને અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાની સરખામણી કરી હતી.

Trump’s Remark

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?

ભારતમાં રાષ્ટ્રપતિની સીધી જનતા દ્વારા ચૂંટણી થતી નથી. રાષ્ટ્રપતિની પસંદગી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. આ કારણોસર ટ્રમ્પની પોસ્ટમાં ભારતનો ઉલ્લેખ થવાથી સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચાયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નૈનીતાલમાં રૂમ ન મળતાં કેટલાક પ્રવાસીઓએ બસ સ્ટેન્ડ પર રાત વિતાવી; શિમલામાં 3 કિમી માટે લાગ્યો એક કલાક

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments