Long Weekend: ગાંધી જયંતિ બાદના લાંબા વીકએન્ડને કારણે નૈનીતાલ, શિમલા, મનાલી અને બદ્રીનાથ સહિતના પહાડી પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે રજાઓ માણવા પહોંચતા હોટેલ, હોમસ્ટે અને ગેસ્ટ હાઉસમાં બુકિંગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
Long Weekend: નૈનીતાલમાં હોટેલ-હોમસ્ટે ફુલ

નૈનીતાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોટેલ અને હોમસ્ટેમાં રૂમની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. કેટલાક પ્રવાસીઓને રાત્રિ રોકાણ માટે મુશ્કેલી પડી હોવાના અહેવાલ છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે.
શિમલામાં લાંબો ટ્રાફિક જામ
શિમલામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આશરે 3 કિલોમીટરનું અંતર કાપવામાં પણ પ્રવાસીઓને લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. મુખ્ય પાર્કિંગ સ્થળો ફુલ થતાં અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
તંત્ર સામે વ્યવસ્થા જાળવવાનો પડકાર

પ્રવાસીઓના ભારે ધસારાને કારણે રસ્તાઓ, પાર્કિંગ, હોટેલ અને જાહેર પરિવહન વ્યવસ્થા પર દબાણ વધ્યું છે. નૈનીતાલથી લઈને શિમલા અને બદ્રીનાથ સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા ટ્રાફિક મેનેજમેન્ટ તંત્ર માટે પડકારરૂપ બન્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘શેખર ટુનાઇટ’માં કરેલી ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ; અભિનેતાએ કહ્યું—સ્ક્રિપ્ટેડ અને હળવી વાતચીતનો હતો ભાગ

