HomeDeshAadhaar Name Update: ડેટા એન્ટ્રીની ભૂલ, લગ્ન-છૂટાછેડા બાદ સરનેમ બદલવા અને ‘Alias/ઉર્ફે’...

Aadhaar Name Update: ડેટા એન્ટ્રીની ભૂલ, લગ્ન-છૂટાછેડા બાદ સરનેમ બદલવા અને ‘Alias/ઉર્ફે’ દૂર કરવા માટે અલગ પ્રક્રિયા; સંપૂર્ણ નામ બદલવા ગેઝેટ જરૂરી

Aadhaar Name Update: UIDAIએ આધાર કાર્ડમાં નામ અપડેટ અથવા સુધારવા માટેની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને કેસ આધારિત બનાવી છે. સપ્ટેમ્બર 2026માં UIDAIએ નામ અપડેટ માટે નવી Standard Operating Procedure (SOP) પણ જાહેર કરી છે.

Aadhaar Name Update: સામાન્ય નામ સુધારણા માટે અલગ નિયમ

Aadhaar Name Update

નામમાં સામાન્ય સુધારો, જેમ કે નાની ભૂલ અથવા નામના ભાગમાં ફેરફાર માટે માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. UIDAI મુજબ નામમાં સામાન્ય અપડેટની મર્યાદા બે વખત છે.

Aadhaar Name Update: લગ્ન અને છૂટાછેડા બાદ નામ બદલવામાં ખાસ દસ્તાવેજ

લગ્ન બાદ નામ અથવા સરનેમ બદલવા માટે Marriage Certificateનો ઉપયોગ થઈ શકે છે, જ્યારે છૂટાછેડા બાદ નામ બદલવા માટે Family Courtનો Divorce Decree માન્ય દસ્તાવેજોમાં સામેલ છે.

સંપૂર્ણ નામ બદલવા ગેઝેટ જરૂરી

જો વ્યક્તિએ પ્રથમ નામ અથવા સંપૂર્ણ નામમાં મોટો ફેરફાર કરવો હોય, તો Gazette Notification સાથે જૂના નામનો ફોટો ધરાવતો ઓળખ પુરાવો જરૂરી બની શકે છે. UIDAIની માર્ગદર્શિકા મુજબ નામ અપડેટની મર્યાદા પૂરી થયા બાદ વધુ ફેરફાર માટે Exception Processingની પ્રક્રિયા પણ લાગુ પડે છે.

Aadhaar Name Update

‘Alias/ઉર્ફે’ માટે પણ અલગ પ્રક્રિયા

નામમાં ‘Alias’ અથવા ‘ઉર્ફે’ જેવા ઉલ્લેખને દૂર કરવાના કેસમાં પણ સંબંધિત પુરાવા અને UIDAIની નિર્ધારિત પ્રક્રિયા મુજબ અરજી કરવી પડશે. એટલે હવે દરેક પ્રકારના નામ ફેરફાર માટે એક જ દસ્તાવેજ પૂરતો રહેશે એવું માનવું યોગ્ય નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બ્રાઝિલની ચૂંટણી અંગેની પોસ્ટમાં ‘India’s Presidential Election’નો ઉલ્લેખ; 12.5 કરોડ મતના દાવા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments