Sanjay Dutt’s Statement: બોલિવૂડ અભિનેતા સંજય દત્તના ભારતની શાંતિ અંગેના નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. ‘શેખર ટુનાઇટ’ કાર્યક્રમમાં સંજય દત્તે ભારતની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે દેશના લોકો ખૂબ પ્રેમાળ અને દિલવાળા છે, પરંતુ હવે પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી.
Sanjay Dutt’s Statement: ટિપ્પણી બાદ સંજય દત્તની સ્પષ્ટતા

નિવેદન વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તેમની ટિપ્પણીની ટીકા કરી હતી. ત્યારબાદ સંજય દત્તે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.
Sanjay Dutt’s Statement: ‘વાતચીતનો ભાગ હતો’

સંજય દત્તે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે કાર્યક્રમમાં થયેલી વાતચીત સ્ક્રિપ્ટેડ અને હળવી-મજાકીય ચર્ચાનો ભાગ હતી. તેમણે ‘મુન્નાભાઈ’ની ‘ગાંધીગીરી’ની જેમ પ્રેમ, એકતા અને સદભાવનાનો સંદેશ આપવાનો હેતુ હોવાનું પણ જણાવ્યું.
તેમણે પોતાની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોવાનું કહ્યું છે. નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા વધુ તેજ બની હતી. હવે અભિનેતાની સ્પષ્ટતા બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: 20થી 24 નવેમ્બર સુધી યોજાનારી પવિત્ર પરિક્રમાને લઈને રસ્તા, આરોગ્ય, પાણી, સ્વચ્છતા, વીજળી અને પાર્કિંગની વ્યવસ્થાઓ પર તંત્રનું ધ્યાન

