RBI Polymer Notes Trial: ભારતમાં ચલણી નોટોના ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ₹10 અને ₹20ની પૉલિમર નોટોના ફીલ્ડ ટ્રાયલની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ટ્રાયલ હેઠળ ₹10ની 100 કરોડ અને ₹20ની 100 કરોડ પૉલિમર નોટ્સ, એટલે કે કુલ 200 કરોડ નોટ્સનું પરીક્ષણ કરવામાં આવશે. બંને મૂલ્યની નોટ્સની કુલ ફેસ વેલ્યુ આશરે ₹3,000 કરોડ છે.
RBI Polymer Notes Trial: કાગળની નોટનું શું થશે?

હાલની કાગળ આધારિત ચલણી નોટોને તાત્કાલિક બંધ કરવાની કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. ફીલ્ડ ટ્રાયલ દરમિયાન પૉલિમર અને હાલની કાગળની નોટ્સ બંને ચલણમાં રહી શકે છે. ટ્રાયલ સફળ થયા બાદ જ પૉલિમર નોટ્સનું નિયમિત ઉત્પાદન અને ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવશે.
RBI Polymer Notes Trial: શા માટે પૉલિમર નોટ્સ?

પૉલિમર નોટ્સ સામાન્ય કાગળની નોટ્સ કરતાં વધુ ટકાઉ હોવાનો દાવો છે. ખાસ કરીને ₹10 અને ₹20 જેવી નાની કિંમતની નોટ્સ વારંવાર હાથ બદલતી હોવાથી ઝડપથી ઘસાઈ જાય છે. ફીલ્ડ ટ્રાયલનો હેતુ ભારતીય હવામાન અને રોજિંદા ચલણમાં આ નોટ્સ કેટલી ટકાઉ સાબિત થાય છે તે ચકાસવાનો છે.
આ ટ્રાયલ દરમિયાન નોટની ટકાઉપણું, ઉપયોગ દરમિયાન થતો ઘસારો, સુરક્ષા અને ભારતીય પરિસ્થિતિમાં તેની કામગીરી જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે હાલ ₹10 અને ₹20ની પૉલિમર નોટ્સ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દિલ્હી-NCRના દુષ્કર્મ કેસો પર સુપ્રીમ કોર્ટનું સ્વયંસંજ્ઞાન, ‘નિર્ભયા કેસ જેવી પીડાદાયક સમાનતા’નો ઉલ્લેખ

