HomeUncategorizedTwo Golds in One Day: કબડ્ડીમાં ભારતનો ડબલ ગોલ્ડ, મેન્સ-વુમન્સ બંને ટીમ...

Two Golds in One Day: કબડ્ડીમાં ભારતનો ડબલ ગોલ્ડ, મેન્સ-વુમન્સ બંને ટીમ ચેમ્પિયન

Two Golds in One Day: એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતે કબડ્ડીમાં શાનદાર પ્રદર્શન કરતાં મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બંને ટીમોએ ફાઇનલમાં ઈરાનને હરાવીને દેશને એક જ દિવસમાં બે સુવર્ણ ચંદ્રક અપાવ્યા.

મેન્સ કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને 40-34થી હરાવ્યું. પ્રથમ હાફમાં ભારત 17-18થી પાછળ હતું, પરંતુ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ રમતનું વલણ બદલી નાખ્યું. સુમિતે ડિફેન્સમાં મહત્વના ટેકલ કર્યા, જ્યારે અર્જુન દેશવાલે રેડિંગમાં ટીમને જરૂરી પોઇન્ટ અપાવ્યા. 21-21 બાદ ભારતે ધીમે-ધીમે લીડ મેળવી અને અંતે 40-34થી જીત નોંધાવી.

Two Golds in One Day: મહિલા ટીમે પણ ઈરાનને હરાવ્યું

Two Golds in One Day

મહિલા કબડ્ડી ટીમે પણ ફાઇનલમાં ઈરાન સામે 37-34થી જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. મુકાબલામાં ઈરાને સતત વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતિમ મિનિટોમાં ભારતીય ડિફેન્સે લીડ જાળવી રાખી અને ટીમને ચેમ્પિયન બનાવી.

Two Golds in One Day: સ્ક્વોશમાં ભારતના બે ફાઇનલિસ્ટ

Two Golds in One Day

સ્ક્વોશમાં પણ ભારત માટે મોટો દિવસ રહ્યો. 18 વર્ષની અનાહત સિંહે વુમન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે જાપાનની સાતોમી વતાનાબેને 3-2થી હરાવીને કમબેક સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

મેન્સ સિંગલ્સમાં અભય સિંહે પાકિસ્તાનના મુહમ્મદ ઇરફાનને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે 11-3, 12-10 અને 11-6થી મેચ જીતી.

Two Golds in One Day: મેરેથોનમાં 44 વર્ષ બાદ ભારતને મેડલ

એથ્લેટિક્સમાં સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે 2 કલાક 11 મિનિટ 37 સેકન્ડનો સમય નોંધાવ્યો. એશિયન ગેમ્સની મેન્સ મેરેથોનમાં ભારતને 44 વર્ષ બાદ મેડલ મળ્યો છે. આ પહેલાં 1982ના દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતે આ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Two Golds in One Day: શૂટિંગમાં ભારતનો 11મો મેડલ

Two Golds in One Day

મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતની ટીમે સિલ્વર મેડલ જીત્યો. ટીમમાં આશી ચોકસે, તિલોત્તમા સેન અને વિદાર્શા વિનોદનો સમાવેશ થયો હતો. આ સાથે શૂટિંગમાં ભારતના મેડલની સંખ્યા 11 થઈ છે.

Two Golds in One Day: હોકી ટીમ સેમિફાઇનલમાં

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મેન્સ હોકી ટીમે યજમાન જાપાનને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે ગ્રુપ સ્ટેજમાં ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને દક્ષિણ કોરિયા સામે પણ જીત મેળવી હતી. જાપાન સામેની જીત ભારતની સતત ચોથી જીત રહી.

બેડમિન્ટન અને બોક્સિંગમાં પણ સફળતા

બેડમિન્ટનમાં ઉન્નતિ હુડ્ડાએ ઈન્ડોનેશિયાની કુસુમા વર્દાનીને 21-19, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ પણ મહિલા ડબલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

બોક્સિંગમાં પ્રિયા ઘંઘાસે દક્ષિણ કોરિયાની ઓહ યોન-જીને 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. કપિલ પોખરિયાએ પણ ઈરાનના સેમ એસ્તાકીને 5-0થી હરાવીને અંતિમ-8માં જગ્યા બનાવી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ક્યારેય એક્ટર બનવાનો પ્લાન નહોતો: MBA અને કોર્પોરેટ નોકરીથી બોલિવૂડ સુધી પહોંચ્યો સિદ્ધાર્થ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments