Cooking Oil Gets Duty Relief: તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલના ભાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે વિવિધ પ્રકારના ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા ડ્યૂટી દર 24 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નિર્ણયથી ખાદ્ય તેલના આયાત ખર્ચમાં ઘટાડો થવાની અને આગામી દિવસોમાં ગ્રાહકોને ભાવમાં રાહત મળવાની શક્યતા છે.
Cooking Oil Gets Duty Relief: ક્રૂડ સોયા અને પામ ઓઇલ પર ડ્યૂટી 5 ટકા

સરકારે ક્રૂડ સોયાબીન અને ક્રૂડ પામ ઓઇલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી છે. જ્યારે રિફાઇન્ડ સોયા અને રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યૂટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે.

આ ઉપરાંત ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યૂટીમાં સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે.

Cooking Oil Gets Duty Relief: રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પણ સસ્તું થવાની આશા

રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ્સ ડ્યૂટી પણ 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે. ડ્યૂટી
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આંધ્ર-ઓડિશામાં અર્નબ ચક્રવાતનો કહેર: 5 હજાર લોકોનું સ્થળાંતર, અનેક પુલો અને રસ્તાઓને નુકસાન

