HomeDesh100% Tariff Threat: અમેરિકાના ટેરિફ મુદ્દે ભારતનો જવાબ: ઊર્જા સુરક્ષા અને વેપાર...

100% Tariff Threat: અમેરિકાના ટેરિફ મુદ્દે ભારતનો જવાબ: ઊર્જા સુરક્ષા અને વેપાર હિતો પર અડગ વલણ

100% Tariff Threat: અમેરિકી કોંગ્રેસે રશિયન તેલ ખરીદતા દેશો સામે 100 ટકા સુધીના ટેરિફ લાદવાની સત્તા આપતું બિલ પસાર કર્યા બાદ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દેશની 1.4 અબજથી વધુ વસ્તીની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની પ્રાથમિકતા છે.

100% Tariff Threat: રશિયન તેલના મુદ્દે ભારતનું વલણ

100% Tariff Threat

અમેરિકાના નવા કાયદામાં રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે ભારે ટેરિફની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ભારત અને ચીન જેવા મોટા ખરીદદારોનો પણ સમાવેશ થાય છે. ભારતે અગાઉ પણ જણાવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો વિવિધ સ્ત્રોતો મારફતે પૂરી કરવામાં આવશે અને નિર્ણય રાષ્ટ્રીય હિત તથા બદલાતી બજાર સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે.

100% Tariff Threat: ભારતે આપ્યો વેપાર હિતોનું રક્ષણ કરવાનો સંકેત

100% Tariff Threat

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકાના પગલાની દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર પર સંભવિત અસર અંગે ભારતે અમેરિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતા સ્પષ્ટ કરી છે. સાથે જ ભારતે પોતાના વેપાર અને આર્થિક હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

અમેરિકી કાયદો હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહીની પ્રક્રિયામાં છે; તેથી ભારત પર તેની વાસ્તવિક અસર આગળની કાયદાકીય કાર્યવાહી અને અમલીકરણ પર નિર્ભર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ફેડના રેટ હાઈક બાદ સોનામાં તીવ્ર ઘટાડો, ડોલરમાં જોરદાર તેજી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments