Bollywood Stars at Antilia: અંબાણી પરિવાર કોઈપણ તહેવારને ભવ્ય અંદાજમાં ઉજવવા માટે જાણીતો છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં આવેલું તેમનું નિવાસસ્થાન એન્ટિલિયા ભવ્ય સજાવટથી ઝગમગી ઊઠે છે. આ વર્ષે પણ અંબાણી પરિવારે ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. આ પ્રસંગે બોલિવૂડ સહિતની અનેક જાણીતી હસ્તીઓ પણ બાપ્પાના દર્શન માટે એન્ટિલિયા પહોંચી હતી. જોકે સમગ્ર ઉજવણીમાં સૌથી વધુ ધ્યાન રાધિકા મર્ચન્ટ અંબાણીના ખાસ ભરતનાટ્યમ પરફોર્મન્સે ખેંચ્યું.
Bollywood Stars at Antilia: રાધિકાએ ભરતનાટ્યમથી કરી ગણેશ વંદના

રાધિકા મર્ચન્ટ અંબાણી માત્ર બિઝનેસ જગત સાથે જોડાયેલી વ્યક્તિ નથી, પરંતુ તેઓ પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે. ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે રાધિકાએ ગણપતિ બાપ્પાને સમર્પિત ખાસ ગણેશ વંદના રજૂ કરી હતી. તેમના પરફોર્મન્સ દરમિયાન શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ અને અભિનયે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ખાસ પરફોર્મન્સ માટે રાધિકાએ જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કસ્ટમ ક્રિએશન પહેર્યું હતું. આ આઉટફિટ સંપૂર્ણપણે હાથથી વણેલા કાંજીવરમ સિલ્કમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. ઘેરા જ્વેલ પિંક રંગના આઉટફિટ પર ગોલ્ડ જરીનું સુંદર કામ કરવામાં આવ્યું હતું.

Bollywood Stars at Antilia: ડાન્સ માટે ખાસ તૈયાર કરાયો ડ્રેસ

રાધિકાના આ આઉટફિટમાં એન્ટિક ગોલ્ડ મારોડી એમ્બ્રોઇડરી અને ઝરદોઝીનું બારીક કામ કરવામાં આવ્યું હતું. સામાન્ય કાંજીવરમ સાડીની જગ્યાએ પરફોર્મન્સ દરમિયાન સરળતાથી મૂવમેન્ટ થઈ શકે તે માટે આ ડ્રેસને ખાસ પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલ્વેટમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

પરંપરાગત કારીગરી અને આધુનિક ડિઝાઇનના આ સંયોજનને કારણે રાધિકાનો લુક પણ ખાસ ચર્ચામાં રહ્યો. ભરતનાટ્યમ પરફોર્મન્સ દરમિયાન તેમનો આઉટફિટ પણ સમગ્ર પ્રસ્તુતિનો મહત્વનો ભાગ બની રહ્યો હતો.

Bollywood Stars at Antilia: એન્ટિલિયામાં સેલેબ્સનો જમાવડો

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન, કેટરિના કૈફ અને વિક્કી કૌશલ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક સેલેબ્સ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.

સલમાન ખાન પોતાના ખાસ સ્વેગ સાથે જોવા મળ્યો હતો. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ એથનિક લુકમાં જોવા મળ્યા. આલિયાએ સાડી પહેરી હતી, જ્યારે રણબીર કપૂર બ્લુ કુર્તામાં જોવા મળ્યો હતો. રણવીર સિંહ ઓલ-આઇવરી વ્હાઇટ આઉટફિટમાં નજરે પડ્યો હતો.

કાજોલ લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી. સુનીલ શેટ્ટી પત્ની સાથે પહોંચ્યા હતા. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બાળકો સાથે આવ્યા હતા. જાહ્નવી કપૂરે ગુજરાતનું પરંપરાગત પટોળું પહેર્યું હતું.

Bollywood Stars at Antilia: પરંપરાગત લુકમાં સેલેબ્સ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન દીકરાઓ તથા કરિશ્મા કપૂર સાથે ગણપતિ દર્શન માટે પહોંચ્યા હતા. માધુરી દીક્ષિતે પણ પટોળું પહેર્યું હતું અને તેમના પતિ ડૉ. શ્રીરામ નેને એથનિક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

રેખા પોતાના આઇકોનિક પરંપરાગત લુકમાં ઉત્સવમાં સામેલ થયા હતા. ગૌરી ખાન લાલ સૂટમાં જોવા મળી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાથમાં હાથ નાખીને પહોંચ્યા હતા.

એન્ટિલિયા ફૂલોથી ઝગમગી ઊઠ્યું

ગણપતિ બાપ્પાના આગમન સમયે એન્ટિલિયાને ગલગોટાના ફૂલો, ભવ્ય લાઇટિંગ અને તહેવારની સજાવટથી શણગારવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાની મૂર્તિને પણ સુંદર રીતે સજાવવામાં આવી હતી. રથને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પરિવાર સાથે બાપ્પાનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી ઘેરા લાલ રંગના પરંપરાગત પોશાક અને ભવ્ય ઘરેણાંમાં જોવા મળ્યા હતા. રાધિકાએ ચમકદાર નારંગી રંગનો ભરતકામ કરેલો એથનિક લુક પણ ધારણ કર્યો હતો.



આ રીતે અંબાણી પરિવારનો ગણેશોત્સવ ભક્તિ, પરંપરા, ફેશન અને બોલિવૂડ સેલેબ્સની હાજરીથી વધુ ખાસ બની ગયો હતો. જોકે સમગ્ર ઉજવણીમાં રાધિકાની ગણેશ વંદના સૌથી વધુ ચર્ચામાં રહી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મલેશિયાના PMની બોલિવૂડ ડિપ્લોમસી વાયરલ: મોદી સાથે DDLJ, પુતિન સાથે ‘લગાન’, રાહુલ-પ્રિયંકા સાથે ‘એસા દેશ હૈ મેરા’

