$5,000 Trump Dividend: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીને લઈને મોટું વચન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, જો રિપબ્લિકન પાર્ટી હાઉસ અને સેનેટ બંનેમાં જીત મેળવે તો દરેક પુખ્ત અમેરિકન નાગરિકને $5,000 આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી શકે છે. ટ્રમ્પે આ રકમને ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ તરીકે રજૂ કરી છે.
$1.35 ટ્રિલિયન સુધીનો ખર્ચ

આ યોજનામાં આશરે 27 કરોડ પુખ્ત અમેરિકનોને ચુકવણી કરવામાં આવે તો કુલ ખર્ચ લગભગ $1.35 ટ્રિલિયન થઈ શકે છે. ટ્રમ્પે આ રકમ અમેરિકામાં જ ખર્ચવાની શરત સાથે જોડાયેલી હોવાની વાત કરી છે.
ટેરિફની આવકમાંથી ચુકવણીનો પ્રસ્તાવ
વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે સંકેત આપ્યો છે કે આ યોજનાનો લાભ ધનિકોને આપવામાં ન આવે અને ચુકવણી માટે ટેરિફમાંથી મળતી આવકનો ઉપયોગ થઈ શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ટેરિફની આવક આટલી મોટી રકમ ચૂકવવા માટે પૂરતી સાબિત થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

કોંગ્રેસની મંજૂરી પણ જરૂરી બની શકે
આ યોજનાના અમલને લઈને કાનૂની અને નાણાકીય સવાલો પણ ઉભા થયા છે. આવી મોટી સીધી ચુકવણી માટે અમેરિકી કોંગ્રેસની મંજૂરી જરૂરી બની શકે છે. તેથી ટ્રમ્પના આ વચનને લઈને આગામી સમયમાં રાજકીય ચર્ચા વધુ તેજ થવાની શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ખેડૂતો માટે ટેકાના ભાવનો લાભ, ચાર પાકની નોંધણી શરૂ

