Abu Salem to Remain in Jail: 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના દોષિત ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે સાલેમની સમય પહેલાં જેલમુક્તિની અરજી ફગાવી દીધી છે.
સાલેમે દલીલ કરી હતી કે જેલમાં મળેલી રિમિશન અને અંડરટ્રાયલ તરીકે વિતાવેલા સમયની ગણતરી કરવામાં આવે તો તેણે 25 વર્ષની સજા પૂર્ણ કરી લીધી છે. જોકે, તેની આ દલીલને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી નથી.

Abu Salem to Remain in Jail: પોર્ટુગલ પ્રત્યાર્પણ સાથે જોડાયેલી 25 વર્ષની મર્યાદા
અબુ સાલેમને પોર્ટુગલમાંથી ભારત લાવવામાં આવ્યો ત્યારે ભારતે પોર્ટુગલને ખાતરી આપી હતી કે તેને 25 વર્ષથી વધુ જેલમાં રાખવામાં નહીં આવે. આ જોગવાઈને આધારે સાલેમે વહેલી મુક્તિની માંગ કરી હતી.
જોકે અગાઉ બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જેલમાં મળતી રિમિશનના આધારે 25 વર્ષની અવધિ ઘટાડી શકાય નહીં. કોર્ટના નિર્ણય મુજબ સાલેમની સજા નવેમ્બર 2030માં પૂર્ણ થશે.

Abu Salem to Remain in Jail: હાલ જેલમાં જ રહેશે
સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળતાં અબુ સાલેમને હાલ જેલમાં જ રહેવું પડશે. 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાલેમની વહેલી મુક્તિની આશા પર આ નિર્ણયથી બ્રેક લાગી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતના કેમિકલ ઉદ્યોગપતિને અમેરિકામાં સાડા ચાર વર્ષની જેલ

