Protecting Children’s Health: નાની વયના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ગંભીરતાથી લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળા પરિસરમાં અને તેની આસપાસ જંકફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની સાથે કેન્ટીનો માટે કડક SOP (Standard Operating Procedure) બનાવવાની માગ કરવામાં આવી છે.
Protecting Children’s Health: શાળાની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધની માગ
મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે શાળાઓની આસપાસ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ, પેકેટ ફૂડ તેમજ વધુ પડતા તેલ અને ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવવો જોઈએ. બાળક કેજીથી લઈને ધોરણ 12 સુધીનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે, તેથી તેને નાનપણથી જ પૌષ્ટિક આહારની ટેવ પડે તે ખૂબ જ જરૂરી છે. અધ્યક્ષ દ્વારા પૂર્વકાળની જેમ સીંગ અને ચણા જેવા પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
Protecting Children’s Health: કેન્ટીનનું રજિસ્ટ્રેશન અને સમયાંતરે ચેકિંગ
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે શાળાઓમાં ચાલતી કેન્ટીનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જ જોઈએ. આ ઉપરાંત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા કેન્ટીનમાં પીરસવામાં આવતી વાનગીઓની સમયાંતરે ચકાસણી થવી અનિવાર્ય છે. જો કોઈ સંસ્થા સરકાર દ્વારા નિર્ધારિત SOPનું પાલન ન કરે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.

Protecting Children’s Health: મહારાષ્ટ્ર સરકારના સખત પગલાંની પ્રેરણા
તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યની સરકારી, ખાનગી, CBSE અને ICSE સહિતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) ધરાવતા જંકફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળા કેમ્પસ તથા ગેટથી 50 મીટરની અંદર જંકફૂડના વેચાણ, જાહેરાત કે વિતરણ પર મનાઈ છે. સાથે જ, શાળાની કેન્ટીન માટે FSSAI લાઇસન્સ, ફૂડ સેફ્ટી સુપરવાઈઝરની નિમણૂક, વર્ષમાં બે વાર ખાદ્ય સુરક્ષા તપાસ અને એક વાર ફૂડ સેમ્પલ ટેસ્ટિંગ જેવા નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની જેમ જ ગુજરાતમાં પણ કડક નિયમો બને તેવી પ્રબળ માગ ઉઠી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
વારાણસી એરપોર્ટ પર ગોળીબાર: મુંબઈના મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતા બે કર્મચારી ઘાયલ

