“Drinking Game” Parties Under Police Nose: સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી માત્ર 50 મીટરના અંતરે આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી જન્મદિવસની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત કુલ 22 યુવક-યુવતીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

“Drinking Game” Parties Under Police Nose: બર્થ-ડે પાર્ટી અને વિદેશી ક્લબ કલ્ચર જેવી ડ્રિંકિંગ ગેમ્સ
ડુમસના ‘બાપુજીની વાડી’ સ્થિત ‘જશ્ન વિલા 12-એ’ ફાર્મ હાઉસમાં એક યુવતીના જન્મદિવસની ઉજવણી માટે અલથાણ, વેસુ અને પાલ જેવા પોશ વિસ્તારોમાંથી યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા. આ પાર્ટીનું મુખ્ય આકર્ષણ દારૂ પીવા માટેની અનોખી અને હાઈટેક ગેમ્સ હતી:

- ‘Black Out’ ડ્રિંકિંગ બોર્ડ: વિદેશી ક્લબ કલ્ચરની જેમ પાસા (Dice) ફેંકીને ‘Take a Shot’, ‘Spin for 5 Seconds’, ‘Ladies Drink’ તેમજ ‘Truth/Dare’ જેવા ફની અને ડ્રિંકિંગ ટાસ્ક આપવામાં આવતા હતા.
- ‘Shots and Ladders’ ગેમ: પરંપરાગત સાપસીડીની તર્જ પર તૈયાર કરેલા આ બોર્ડ પર નંબર મુજબ પેગ પીવા અને પીવડાવવાના નિયમો નક્કી કરાયા હતા.
- ‘કાર્ડ રૂલેટ’ ચાર્ટ: પત્તાની રમત આધારિત આ ચાર્ટમાં એક્કો આવે તો ‘ખુદ સિવાય સબમે દારૂ પીવો’, રાણી આવે તો ‘તમામ યુવતીઓએ પીવું’ અને બાદશાહ આવે તો ‘પુરુષોએ પીવું’ જેવા નિયમો બનાવીને નશો પીરસવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

“Drinking Game” Parties Under Police Nose: કોણ-કોણ ઝડપાયું?
આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પકડાયેલા 22 લોકોમાં 8 મહિલાઓ અને 14 પુરુષો સામેલ છે. જેમાં આયોજક મેકઅપ આર્ટીસ્ટ યુવતી સહિત વકીલાત, વેપાર, નોકરી કરતા યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

“Drinking Game” Parties Under Police Nose: રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે પોલીસે સ્થળ પરથી પેક્ડ વ્હિસ્કીની બોટલ, દારૂની ખાલી-ભરેલી બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબ્જે કર્યા છે. આ ઉપરાંત અંદાજે રૂ. 98 લાખની કિંમતની 9 લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ અને રૂ. 6.67 લાખના 24 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કુલ રૂ. 1,04,67,000નો મુદ્દામાલ જમા કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફાર્મ હાઉસના માલિક અને અન્ય સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમરેલીમાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન

