HomeDeshReflecting on India’s Progress: ૮૦મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ...

Reflecting on India’s Progress: ૮૦મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન, સિંધુ જળ સંધિ મુલતવી રાખવાના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક

Reflecting on India’s Progress: દેશભરમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે તે પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના નામે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતેથી રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે દેશની સુરક્ષા, આર્થિક વિકાસ, નાગરિકોના અધિકારો અને આતંકવાદ સામેના કડક પગલાંઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.

Reflecting on India’s Progress

Reflecting on India’s Progress: આતંકવાદ સામે કડક પગલું: સિંધુ જળ સંધિ મુલતવી

સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ પાકિસ્તાન તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે, આતંકવાદને આશ્રય આપનારા દેશ સાથે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) મુલતવી રાખવી એ એક નિર્ણાયક અને રાષ્ટ્રીય હિતનું પગલું છે. આ પગલાથી દેશના ખેડૂતોને મોટો ફાયદો થશે અને અન્નદાતાઓની સમૃદ્ધિનો માર્ગ મોકળો બનશે.

Reflecting on India’s Progress: ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ અને લોકશાહીની તાકાત

આજનો દિવસ આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવીએ છીએ તેની યાદ અપાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સાંપ્રદાયિક હિંસાના કારણે લાખો લોકોને શરણાર્થી બનવું પડ્યું હતું, છતાં તેમણે પોતાની મૂળ ઓળખ ગુમાવી ન હતી. આપણું બંધારણ જનભાગીદારી પર આધારિત છે અને દેશવાસીઓ દ્વારા આ ભાવનાને સતત આગળ વધારવામાં આવી રહી છે, જે આપણી લોકશાહીની સૌથી મોટી સિદ્ધિ છે.

Reflecting on India’s Progress: છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ વિકાસ અને ગરીબી નિવારણ

દેશની પ્રગતિની વાત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા એક દાયકામાં ભારતે વારસો અને વિકાસના સમન્વય સાથે ઝડપી ગતિએ સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે:

  • ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
  • પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લગભગ ૫૯ કરોડ ખાતાધારકો બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયા છે, જેમાં ૩૨ કરોડથી વધુ મહિલાઓ સામેલ છે.
  • ૮૦ કરોડ લોકો માટે નિઃશુલ્ક રાશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
  • આયુષ્માન ભારત યોજના હેઠળ ૬૦ કરોડ લોકોને દર વર્ષે ૫ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહી છે.

Reflecting on India’s Progress: ‘એટ હોમ’ રિસેપ્શન: ચાર રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી

સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન પરિસરમાં સાંજે ૬ વાગ્યે ‘એટ હોમ’ રિસેપ્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૦ VVIP સહિત ૬૫૦ મહેમાનો ઉપસ્થિત રહેશે.

  • ખાસ થીમ: આ વર્ષના આયોજનમાં મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ચાર રાજ્યોની સંસ્કૃતિ અને વારસાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
  • સ્વાગત અને ભોજન: મહેમાનોનું સ્વાગત મધ્યપ્રદેશના હાથથી વણેલા ‘મહેશ્વરી સ્ટોલ’થી થશે. જ્યારે મેનૂમાં કોંકણનું પાટોલેઓ, છત્તીસગઢનું મિની ફરા, મહારાષ્ટ્રની ખામંગ કાકડી અને મધ્યપ્રદેશની ગટપટ જેવી પ્રાદેશિક વાનગીઓ પીરસવામાં આવશે.
  • સાંસ્કૃતિક પ્રસ્તુતિ: કાર્યક્રમમાં ગેડી નૃત્ય, લાવણી, તુતારી, ભગોરિયા અને ઘોડે મોડની જેવી લોકકલાઓ રજૂ કરવામાં આવશે.

અંતમાં રાષ્ટ્રપતિએ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે તમામ નાગરિકોને રાષ્ટ્ર પ્રત્યે સદાય જાગૃત અને નિષ્ઠાવાન રહેવા માટે આહ્વાન કર્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત પોલીસની “નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ”, વાહનચાલકો માટે જાણવા જેવા મહત્વના નિયમો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments