HomeSuratGujarat-Surat Expressway Blocked: સુરત-દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર અનોખો અવરોધ: હાઈવેની વચ્ચે જ...

Gujarat-Surat Expressway Blocked: સુરત-દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર અનોખો અવરોધ: હાઈવેની વચ્ચે જ ઉભો છે વિશાળ હાઈટેન્શન વીજ ટાવર, વાહનચાલકો પરેશાન

Gujarat-Surat Expressway Blocked: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નિર્માણ કાર્ય અને મુસાફરી વચ્ચે એક મોટો અડચણરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લાના કોસંબા આગળ પીલુદરા પાસે હાઈવેની બિલકુલ વચ્ચે જ એસઆર (એસ્સાર) કંપનીનો એક મોટો હાઈટેન્શન વીજ ટાવર ઊભો હોવાથી વાહનચાલકો અને તંત્ર માટે મોટી સમસ્યા સર્જાઈ છે. વીજ ટાવર હટાવવામાં નહીં આવતા એક્સપ્રેસ-વેનું બાકી રહેલું કામ પણ અટકી ગયું છે.

Gujarat-Surat Expressway Blocked: પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક વન-વે કરાયો

Gujarat-Surat Expressway Blocked

હાઈવેની વચ્ચે વીજ ટાવર અડચણરૂપ બનવાને કારણે સુરત-દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે કીમથી અંકલેશ્વર સેક્શન અને અંકલેશ્વરથી કીમ અવર-જવર માટેનો રસ્તો વન-વે કરવામાં આવ્યો છે. ટાવરની આસપાસ જગ્યા મર્યાદિત હોવાથી લગભગ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહનોએ માત્ર એક જ લાઈનમાં પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Gujarat-Surat Expressway Blocked: એસ્સાર કંપની દ્વારા ટાવર ખસેડવામાં વિલંબ

Gujarat-Surat Expressway Blocked

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓ દ્વારા એસ્સાર કંપનીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી આ વીજ ટાવર અહીંથી હટાવવામાં આવ્યો નથી. NHAIનું કહેવું છે કે જો વીજ કંપની વહેલી તકે યોગ્ય શટડાઉન લઈને આ હાઈટેન્શન વીજપોલ અને ટાવરને દૂર કરી દે, તો હાઈવેનું બાકી રહેલું રોડનું કામ તાત્કાલિક પૂર્ણ થઈ શકે તેમ છે અને મુસાફરો માટે રસ્તો સંપૂર્ણ ખુલી શકે છે.

Gujarat-Surat Expressway Blocked: પ્રોજેક્ટ ડિરેક્ટરનું નિવેદન

Gujarat-Surat Expressway Blocked

આ અંગે પ્રોજેક્ટ ડિરેક્ટર મનપ્રીત બાજવાએ બાઈટ આપતા જણાવ્યું છે કે, વીજ ટાવર વચ્ચે હોવાને કારણે કામગીરીમાં સીધી અડચણ ઊભી થઈ છે. ટાવર હટાવવાની પ્રક્રિયા માટે વીજ કંપનીના સહકારની જરૂર છે, જેથી વહેલી તકે શટડાઉન મેળવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને એક્સપ્રેસ-વે પર વાહનવ્યવહાર વધુ સરળ બની શકે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં આઈશા કેસ જેવી જ હૃદયદ્રાવક ઘટના, પતિએ કાઢી મૂકતા ૧૭ વર્ષીય સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને કર્યો આપઘાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments