HomeAhmedabadDevastating Tragedy in Ahmedabad: અમદાવાદમાં આઈશા કેસ જેવી જ હૃદયદ્રાવક ઘટના, પતિએ...

Devastating Tragedy in Ahmedabad: અમદાવાદમાં આઈશા કેસ જેવી જ હૃદયદ્રાવક ઘટના, પતિએ કાઢી મૂકતા ૧૭ વર્ષીય સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને કર્યો આપઘાત

Devastating Tragedy in Ahmedabad: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી અને છ મહિના અગાઉ જ પરણાયેલી ૧૭ વર્ષીય સગીરાએ પતિના ત્રાસ અને દુર્વ્યવહારથી કંટાળીને સાબરમતી નદીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આપઘાત કરતા પહેલા સગીરાએ બનાવેલો અંતિમ વીડિયો વાયરલ થયો છે, જેણે ચર્ચા જગાવેલા કુખ્યાત ‘આઈશા કેસ’ની યાદો તાજી કરી દીધી છે. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતક સગીરાના પતિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Devastating Tragedy in Ahmedabad

Devastating Tragedy in Ahmedabad: પ્રેમસંબંધથી શરૂ થયેલી કહાની અને લગ્નજીવનમાં કડવાશ

પ્રાપ્ત વિગતો અનુસાર, નારોલ વિસ્તારમાં રહેતી સગીરાને ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારોની સંમતિથી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પોતાના પતિ ફરદીન સાથે આણંદ ખાતે રહેવા ગઈ હતી. જોકે, લગ્નજીવનના શરૂઆતી દિવસોમાં જ બંને વચ્ચે અણબનાવ અને રકઝક શરૂ થઈ ગઈ હતી. ગત ૩ ઓગસ્ટે પતિ ફરદીને કોઈક કારણસર સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના કારણે તે નારોલ ખાતે પોતાના પિતાના ઘરે રહેવા આવી હતી.

Devastating Tragedy in Ahmedabad: ‘તું જેમ કહીશ તેમ રહીશ, મને પાછી બોલાવી લે’

પિતાના ઘરે આવ્યા બાદથી સગીરા સતત માનસિક તાણ અને દુઃખમાં રહેતી હતી. ઘટનાના દિવસે, ૧૦ ઓગસ્ટે ઘરમાં માત્ર સગીરા અને તેની માતા હાજર હતા. તે દરમિયાન સગીરા પોતાના લગ્નનો આલ્બમ જોઈને ખૂબ રડી રહી હતી. તેણે પતિ ફરદીનને ફોન કરીને આજીજી કરી હતી કે, તું જે રીતે કહીશ એ રીતે હું રહીશ, મને પાછી આવવા દે.’ પરંતુ, નિર્દયી પતિએ તેને પરત લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પતિના આ પ્રકારના ઠંડા વલણથી સગીરા ભાંગી પડી હતી અને વધુ દુઃખી થઈ ગઈ હતી.

Devastating Tragedy in Ahmedabad: ‘આત્મા તો પહેલેથી જ મરી ગયો હતો, આજે શરીર પણ મારી રહી છું’

પતિનો નકાર સાંભળ્યા બાદ સગીરાએ ઘરે કહ્યું કે મને ગભરામણ થાય છે, હું બહાર જઈને આવું છું. આમ કહીને તે ૧૧ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી. તે સીધી સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી હતી અને ત્યાંથી એક અત્યંત હૃદયદ્રાવક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે પતિને ઉદ્દેશીને કહ્યું હતું કે, ‘મેરી રૂહ પહેલે મર ગઈ, આજ શરીર માર રહી હું… આત્મા તો પહેલા જ મરી ગયો હતો, આજે હું પણ મરી જઈશ.’ આ અંતિમ વીડિયો તેણે પોતાની બહેનને મોકલ્યો હતો અને ત્યારબાદ સાબરમતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

Devastating Tragedy in Ahmedabad: નદીમાંથી લાશ મળી અને પોલીસ કાર્યવાહી

દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન, બપોરે ૩ વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં એક મૃતદેહ તરતો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસમાં મૃતદેહ પેલી સગીરાનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે પીએમની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

સગીરાના પિતાની ફરિયાદના આધારે અને સગીરા દ્વારા બનાવવામાં આવેલા અંતિમ વીડિયોને પુરાવા તરીકે ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ ફરદીન વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં બે દિવસથી ગુમ યુવક અને સગીરાનું મૃતદેહ મળતાં ચકચાર: ઉધના પોલીસે તપાસ શરૂ કરી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments