Nothing to Hide: દેશની સંસદમાં NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલનને મુદ્દે રાજકીય ઘમાસાણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે સરકાર પાસે છુપાવવા જેવું કંઈ જ નથી.
Nothing to Hide: સરકારની ખુલ્લી તૈયારી અને પડકાર

- સંસદમાં ચાલી રહેલા હંગામો અને વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને સંસદીય નિયમો અનુસાર ચર્ચા કરવા અપીલ કરી હતી.
- તેમણે જણાવ્યું હતું કે, જો વિપક્ષ સ્પીકરને ચર્ચા માટે પત્ર આપે, તો સરકાર બપોરથી મોડી રાત સુધી અને જરૂર પડ્યે બીજા દિવસે પણ ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
- શાહે ખાતરી આપી હતી કે તેઓ જાતે ચર્ચામાં હાજર રહીને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે અને સરકાર કોઈપણ મુદ્દે ચર્ચાથી ભાગશે નહીં.
Nothing to Hide: રાહુલ ગાંધી અને વિપક્ષનો પક્ષ

- બીજી બાજુ, વિપક્ષ તરફથી રાહુલ ગાંધીએ આક્રમક રૂખ અપનાવતા વિદ્યાર્થીઓ પર કથિત રીતે પેલેટ ગન અને લાઠીચાર્જ કરવાના મુદ્દાને ઉછાળ્યો હતો.
- વિપક્ષે આ સમગ્ર ઘટનાક્રમમાં જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી ને ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા રૂ. ૩૫ લાખ પરત મળી ગયા

