HomeKutchPrompt Justice in Kutch: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી ને...

Prompt Justice in Kutch: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી ને ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા રૂ. ૩૫ લાખ પરત મળી ગયા

Prompt Justice in Kutch: પબ્લિક ડે દરમિયાન રજૂઆત માટે કચ્છથી ગાંધીનગર આવેલી આશાબેનને નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાની સાથે થયેલી છેતરપિંડીની માહિતી આપ્યા બાદ ત્વરિત આદેશથી ઝડપી ન્યાય મળ્યો છે.

Prompt Justice in Kutch: ઘટનાની મુખ્ય વિગતો:

Prompt Justice in Kutch

છેતરપિંડીની રજૂઆત: કચ્છના મુન્દ્રાની વતની આશાબેન પોતાની સાથે થયેલા રૂ. ૩૫ લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે રજૂઆત લઈને પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને મળવા આવ્યા હતા અને તેમની જીવનભરની કમાણી એક છેતરપિંડીમાં સાફ થઈ ગયાની આપવીતી જણાવી હતી.

Prompt Justice in Kutch: નાયબ મુખ્યમંત્રીનો કડક આદેશ:

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રજૂઆતને ગંભીરતાથી લઈ તરત જ પશ્ચિમ કચ્છ એસ.પી. ને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

પોલીસની સઘન તપાસ અને સફળતા: પશ્ચિમ કચ્છ પોલીસ તત્કાલિક હરકતમાં આવી હતી. એસ.પી. શ્રી વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદાર સાથે મુલાકાત કરી અને LCB સહિતની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે માત્ર ૩ જ દિવસમાં રૂ. ૩૫ લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી હતી.

Prompt Justice in Kutch: અભિયાન હેઠળ કાર્યવાહી:

એસ.પી. વિકાસ સુંડાએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સંપૂર્ણ તત્પરતા પૂર્વક કાર્યવાહી કરતા મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરાને ૩ દિવસમાં તેમના નાણાં પરત અપાવી શકાયા.

આભાર અને નાગરિકો માટે અપીલ:

પોતાના પૈસા પરત મળતા આશાબેને નાયબ મુખ્યમંત્રીશ્રી અને પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માન્યો હતો તેમજ નાગરિકોને અપીલ કરી છે કે ડબલ પૈસાની લાલચમાં આવી ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ટાટા સન્સમાં મોટો ફેરફાર: ચેરમેન એન ચંદ્રશેખરનનું રાજીનામું, ફેબ્રુઆરી 2027 સુધી રહેશે પદ પર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments